<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 11th August 2025

સુરત ડાયમંડ બુર્સ ખાતેના કસ્ટમ હાઉસમાં હીરાના વેપારનો ધમધમાટ શરૂ

--- એક વર્ષમાં કુલ ₹26 હજાર 111 કરોડના મૂલ્યના 2,994 પાર્સલની આયાત-નિકાસ થઈ

સુરત ડાયમંડ બુર્સ ખાતેના કસ્ટમ હાઉસમાં હીરાના વેપારનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. કમિટીના સભ્યોના પ્રયાસો અને વેપારીઓના સહયોગથી આયાત-નિકાસમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી રહી છે. એક વર્ષમાં ડાયમંડ બુર્સ ખાતેના કસ્ટમ હાઉસમાં રૂપિયા 25 હજાર 440 કરોડની કિંમતના 2.48 કરોડ કેરેટ હીરા આયાત કરવામાં આવ્યા છે.નીકાસની વાત કરીએ તો..₹671 કરોડના 10.46 લાખ કેરેટ હીરાની નિકાસ થઈ છે. એક વર્ષમાં કુલ ₹26 હજાર 111 કરોડના મૂલ્યના 2,994 પાર્સલની આયાત-નિકાસ થઈ છે.

 

(1:24 PM IST)