<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 11th August 2025

ગાંધીનગરના નંદાસણ નજીક પિક ડાલાનું ખાડામાં પડી જતા ટાયર ફાટતા અચાનક ઉંધું વળી ગયું

એમ્બ્યુલન્સ ટીમ ઘટના સ્થળે પહોંચી અને ડ્રાઈવરને તાત્કાલિક સારવાર આપી સાથે ટ્રાફિક પણ ક્લિયર કરવામાં આવ્યો.

ગાંધીનગર જિલ્લાના નંદાસણ નજીક એક ગંભીર અકસ્માત સર્જાયો હતો જ્યારે શાકભાજી અને સામાન ભરેલી પિકઅપ વાનનું ટાયર રોડના ખાડામાં પડી જતા ફાટી ગયું. ટાયર ફાટતા વાહન અચાનક ઉંધું વળી ગયું. ઘટનાની જાણ ટોલ રોડ એમ્બ્યુલન્સને થતાં જ એમ્બ્યુલન્સ ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ અને ડ્રાઈવરને તાત્કાલિક સારવાર આપી, સાથે સાથે ટ્રાફિક પણ ક્લિયર કરવામાં આવ્યો.આ અકસ્માત અમદાવાદ–મહેસાણા હાઈવે પર બન્યો હતો, જ્યાં છેલ્લા કેટલાય સમયથી અકસ્માતોની ઘટનાઓ સતત વધી રહી છે. રસ્તાની હાલત નબળી છે અને લોકોમાં આ હાઈવે “મગરની પીઠ” જેવી બની ગયો છે તેવી ટિપ્પણીઓ થઇ રહી છે. જોકે GRICL કંપની દ્વારા માર્ગ મરામતના દાવા કરવામાં આવે છે, પરંતુ કામગીરી ફક્ત કાગળ ઉપર રહી ગઈ હોવાનું સ્થાનિક લોકોનો આરોપ છે.

(1:59 PM IST)