તા. ૧૮ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૯ બુધવાર
News of Monday, 11th August 2025
હાલ છુટોછવાયો, ૧૬મીથી વરસાદનો સંતોષકારક રાઉન્ડ
વેધરએનાલીસ્ટ અશોકભાઈ પટેલની આગાહી : આજથી શુક્રવાર સુધી છુટોછવાયો હળવોથી મધ્યમ વરસશે, તા.૧૬ થી ૨૦ ઓગષ્ટ વરસાદનો મુખ્ય રાઉન્ડ જોવા મળશે : વરસાદનું પ્રમાણ બંગાળની ખાડીની સિસ્ટમ્સ અને સંભવિત હવામાન પરિમાણો પર આધારિત છે, સિસ્ટમ્સ બન્યા બાદ વરસાદની માત્રાની અપડેટ અશોકભાઈ પટેલ દ્વારા અપાશે

રાજકોટઃ વરસાદ સારા સમાચાર છે. હાલ ૧૫મી ઓગસ્ટ સુધી છુટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડશે તો તા.૧૬ થી ૨૦ ઓગષ્ટ સુધી રાજ્યમાં વરસાદનો રાઉન્ડ હશે. સંતોષકારક વરસાદની માત્રા અંગેની અપડેટ આગામી આગાહીમાં આપવામાં આવશે. તેમ વેધરએનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે જણાવ્યું હતું
તેઓએ જણાવેલ કે મોન્સૂન ટ્રફઃ મીન સી લેવલ પર, તે અમૃતસર પટિયાલા બરેલી લખનૌ ગોરખપુર પટણા પુરનિયા પરથી પસાર થઈને પૂર્વોત્તર તરફ અરુણાચલ પ્રદેશ સુધી જાય છે. અપર એર સાયક્લોનિક સરક્યુલેશન્સઃ ઉત્તર કોસ્ટલ આંધ્ર પ્રદેશ અને લગોલગ તેલંગાણા ૩.૧ થી ૫.૮ કિમી મીન સી લેવલથી ઉપર, ઊંચાઈ સાથે દક્ષિણ તરફ ઢળતું.
ઉત્તર પヘમિ ઉત્તર પ્રદેશ ૩.૧ કિમી મીન સી લેવલ સુધી (મધ્ય ઉત્તર પ્રદેશથી ખસેલું).
કચ્છ અને આસપાસનું વિસ્તારો ૩.૧ ત્ત્ળ મીન સી લેવલ પર (ઉત્તરપૂર્વ અરબી સમુદ્ર અને લગોલગ ગુજરાતથી ખસેલું). ઉત્તર આંતરિક કર્ણાટક અને આસપાસનું વિસ્તારો ૪.૫ થી ૫.૮ કિમી મીન સી લેવલ ઉપર.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સઃ ઉત્તર પાકિસ્તાન અને આસપાસના વિસ્તારોમાં સાયક્લોનિક સરક્યુલેશન ૩.૧ થી ૫.૮ કિમી મીન સી લેવલ ઉપર.
ઉત્તર પヘમિ અને લગોલગ વેસ્ટ સેન્ટ્રલ બંગાળની ખાડીમાં ૧૩ ઓગસ્ટ ૨૦૨૫ આસપાસ બનવાની શક્યતા.
બંગાળની ખાડીનું સિસ્ટમ્સ પヘમિ-ઉત્તર પヘમિ તરફ સેન્ટ્રલ ઇન્ડિયાની દિશામાં ખસવાની, ત્યારબાદ ગુજરાત રાજ્ય નજીક પહોંચવાની અને પછી અરબી સમુદ્ર તરફ જવાની શક્યતા.
૯૨૫ hPa લેવલ (૦.૭૫ km MSL ઉપર)
૧૨ અને ૧૩ ઓગષ્ટ એ તિવ્ર પવનની શક્યતા.
૮૫૦ hPa લેવલ (૧.૫ km MSL ઉપર)
આ લેવલની ધરીની પヘમિ શાખા ૧૮ ઓગષ્ટ આસપાસ તેની સામાન્ય સ્થિતિ નજીક રહેશે, ત્યારબાદ દક્ષિણ તરફ ખસશે.
૭૦૦ hPa લેવલ (૩.૧ km MSL ઉપર) મુખ્ય સિનોપ્ટિક સ્તર
યુએસી અને તેનો ટ્રફ ગુજરાત રાજ્ય, સિધ અને ઉત્તરપૂર્વ અરબી સમુદ્ર પર/નજીક ૧૫૧૬ સુધી રહેવાની શક્યતા છે.
બંગાળની ખાડીના સિસ્ટમ્સ સાથે જોડાયેલ યુએસી ૧૮૨૦ ઓગષ્ટ વચ્ચે સેન્ટ્રલ ઇન્ડિયા તરફ અને પછી ગુજરાત રાજ્ય અને આસપાસ તરફ ખસવાની શક્યતા.
ક્યારેક આ ફીચર આ સ્તરે વિસ્તૃત સાયક્લોનિક સરક્યુલેશન રૂપે દેખાશે.
૫૦૦ hPa લેવલ (૫.૮ km MSL ઉપર) પૂર્વપヘમિ શિયર ઝોન પેનિન્સ્યુલર ઇન્ડિયા પર રહેવાની અને અનુમાન સમયગાળા દરમિયાન ઉત્તર તરફ ખસવાની શક્યતા.
સમયગાળા ના અંતે તે ૧૮ઓફ થી ૨૦ઓફ સુધી પહોંચી શકે છે.
બંગાળની ખાડીની સિસ્ટમ પヘમિ-ઉત્તર પヘમિ દિશામાં સેન્ટ્રલ ઇન્ડિયા તરફ અને ત્યારબાદ ગુજરાત રાજ્ય નજીક તથા અરબી સમુદ્ર તરફ ખસવાની શક્યતા.
વેધરએનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલ સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાત માટે વરસાદનું અનુમાન થી તા.૧૧ થી ૨૨૦ ઓગષ્ટ સુધીનું અનુમાન કરતૉ જણાવે છે કે તા.૧૧ થી ૧૫ ઓગષ્ટ (સોમ થી શુક્ર)
છુટ્ટા છવાયા વિસ્તાર માં ઝાપટા હળવો માધ્યમ વરસાદ થશે. ત્યારબાદ વરસાદનું પ્રમાણ અને વિસ્તાર વધશે. પહેલા ગુજરાત રિજિયનમાં વધશે અને ત્યારબાદ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ૨૦ ઓગષ્ટ સુધી ફેલાશે, જે સમગ્ર ગુજરાત રાજ્યમાં વ્યાપક સંતોષકારક વરસાદ થવાની શક્તયા છે
વરસાદનું પ્રમાણ બંગાળની ખાડીના સિસ્ટમ્સ અને અન્ય સંભવિત હવામાન પરિમાણો પર આધારિત છે. સિસ્ટમ્સ બન્યા પછી વરસાદની માત્રાની અપડેટ આપવામાં આવશે.
તેઓએ જણાવેલ કે મોન્સૂન ટ્રફઃ મીન સી લેવલ પર, તે અમૃતસર પટિયાલા બરેલી લખનૌ ગોરખપુર પટણા પુરનિયા પરથી પસાર થઈને પૂર્વોત્તર તરફ અરુણાચલ પ્રદેશ સુધી જાય છે.
અપર એર સાયક્લોનિક સરક્યુલેશન્સઃ ઉત્તર કોસ્ટલ આંધ્ર પ્રદેશ અને લગોલગ તેલંગાણા ૩.૧ થી ૫.૮ કિમી મીન સી લેવલથી ઉપર, ઊંચાઈ સાથે દક્ષિણ તરફ ઢળતું.
ઉત્તર પヘમિ ઉત્તર પ્રદેશ ૩.૧ કિમી મીન સી લેવલ સુધી (મધ્ય ઉત્તર પ્રદેશથી ખસેલું).
કચ્છ અને આસપાસનું વિસ્તારો ૩.૧ કિમી મીન સી લેવલ પર (ઉત્તરપૂર્વ અરબી સમુદ્ર અને લગોલગ ગુજરાતથી ખસેલું). ઉત્તર આંતરિક કર્ણાટક અને આસપાસનું વિસ્તારો ૪.૫ થી ૫.૮ કિમી મીન સી લેવલ ઉપર.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સઃ ઉત્તર પાકિસ્તાન અને આસપાસના વિસ્તારોમાં સાયક્લોનિક સરક્યુલેશન ૩.૧ થી ૫.૮ કિમી મીન સી લેવલ ઉપર.
ઉત્તર પヘમિ અને લગોલગ વેસ્ટ સેન્ટ્રલ બંગાળની ખાડીમાં ૧૩ ઓગષ્ટ ૨૦૨૫ આસપાસ બનવાની શક્યતા.(૪૦.૨૮)
જન્માષ્ટમી પછી ગુજરાતમાં જામશે સાચું ચોમાસું: હવામાન નિષ્ણાત કિશોર ભાડજા
૧૭મીથી મેઘરાજા જમાવટ કરશે, સપ્ટેમ્બરના મધ્ય સુધી બહબહાટી બોલાવશે
(જયેશ ભટાસણા) ટંકારાઃ ગુજરાતમાં ચોમાસાની રાહ જોતા ખેડૂતો માટે હવામાન નિષ્ણાત કિશોર ભાડજા દ્વારા આગામી દિવસો માટે વરસાદની આગાહી જાહેર કરવામાં આવી છે. તેમના જણાવ્યા અનુસાર, જન્માષ્ટમી સુધી હળવા ઝાપટા બાદ ૧૭ ઓગસ્ટથી ચોમાસું ધીમે ધીમે જામવાની શરૂઆત થશે અને સપ્ટેમ્બરના મધ્ય સુધીમાં બહબહાટી વરસાદની શક્યતા છે.
કિશોર ભાડજા, જેઓ નેસડા (ખાનપર), તા. ટંકારા, જિ. મોરબીના રહેવાસી છે, તેમણે આકાશ દર્શનની પરંપરા અને અનુભવના આધારે આ આગાહી કરી છે. તેમના જણાવ્યા મુજબ, સૂર્ય ૧૬ ઓગસ્ટ ૨૦૨૫ની રાત્રે ૧:૫૪ કલાકે મધા નક્ષત્રમાં પ્રવેશ કરશે, જ્યારે ચંદ્ર કૃતિકા નક્ષત્રમાં હશે, જેનું વાહન દેડકો છે. આ સમયથી વરસાદી વાતાવરણ બંધાવાની શરૂઆત થશે. ૧૭ ઓગસ્ટથી ચોમાસું આગળ વધશે.
આગળ જણાવતાં તેમણે કહ્યું કે, ૩૦ ઓગસ્ટ ૨૦૨૫ના રોજ રાત્રે ૨૧:૪૫ કલાકે સૂર્ય પૂર્વ ફાલ્ગુની નક્ષત્રમાં પ્રવેશ કરશે, જ્યારે ચંદ્ર અનુરાધા નક્ષત્રમાં હશે, જેનું વાહન ભેંસ છે. ત્યારબાદ ૧૩ સપ્ટેમ્બર ૨૦૨૫ના રોજ બપોરે ૧૫:૪૨ કલાકે સૂર્ય ઉત્તર ફાલ્ગુની નક્ષત્રમાં પ્રવેશ કરશે, જ્યારે ચંદ્ર રોહિણી નક્ષત્રમાં હશે, જેનું વાહન શિયાળ છે. આ સમયગાળા દરમિયાન, ખાસ કરીને પાંચમા નોરતા સુધી વરસાદની પુરે પુરી સંભાવના છે, જે શિયાળુ વાવેતર માટે પૂરતું પાણી પૂરું પાડશે.(૪૦.૨૯)
(3:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
