<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 11th August 2025

અમદાવાદના કાંકરિયાની દીવાન બલ્લુભાઈ શાળાના શિક્ષકો હડતાલ પર ઉતર્યા: જિલ્લા શિક્ષણ અધિકારીએ નોટિસ મોકલી

આટલી મોટી ઘટના ઘટી છતાં DEO ને કેમ જાણ ના કરાઈ, અગાઉ શિક્ષકોએ રજૂઆત કરી હતી તો શાળાએ ડીઓને જાણ કેમ ન કરી તે અંગે નોટીસ પાઠવી

અમદાવાદના કાંકરિયાની દીવાન બલ્લુભાઈ શાળાના શિક્ષકો હડતાલ પર ઉતર્યા છે. હડતાલ શિક્ષકોની પરંતુ વિદ્યાર્થીઓ પરેશાન થઈ ગયા છે. વિદ્યાર્થીઓનું આજનું શૈક્ષણિક કાર્ય બગડ્યું છે. પગાર ઇજફાને લઈને શિક્ષકો હડતાલ પર ઉતર્યા હોવાનું સામે આવી રહ્યું છે. શાળામાં આજે ભણાવનાર કોઈ શિક્ષક નહોતા. શિક્ષકો હડતાળ પર જતા વિદ્યાર્થીઓને ક્લાસ રૂમમાં બેસાડી રાખવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓને શાળામાં બેસાડી રાખવામાં આવ્યા છે. જિલ્લા શિક્ષણ અધિકારીએ શાળાને નોટિસ મોકલી છે. આટલી મોટી ઘટના ઘટી છતાં DEO ને કેમ જાણ ના કરાઈ, અગાઉ શિક્ષકોએ રજૂઆત કરી હતી તો શાળાએ ડીઓને જાણ કેમ ન કરી તે અંગે નોટીસ પાઠવી છે.

(6:27 PM IST)