<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 11th August 2025

સુરતના રાંદેર વિસ્તારમાં બાંબાગેટ પાસે બાંધકામ સાઇટ પર અકસ્માત :ત્રીજા માળેથી નીચે પટકાતા એક શ્રમિકનું મોત

હરી મોહન નામના શખ્સ સેન્ટીંગનું કામ કરી રહ્યા હતા ત્યારે અચાનક નીચે પટકાતા તેમનું અવસાન થયું

સુરતના રાંદેર વિસ્તારમાં બાંધકામ સાઇટ પર અકસ્માત સર્જાયો હતો, જ્યાં ત્રીજા માળેથી નીચે પટકાતા એક શ્રમિકનું મોત થયું. હરી મોહન નામના શખ્સ સેન્ટીંગનું કામ કરી રહ્યા હતા ત્યારે અચાનક નીચે પટકાતા તેમનું અવસાન થયું. ઘટના રાંદેર વિસ્તારમાં બાંબાગેટ પાસે ચાલી રહેલા બાંધકામ દરમિયાન બની હતી. સ્થળ પર કોઈ પ્રકારની સુરક્ષા વ્યવસ્થા ન હોવાના ગંભીર આક્ષેપ પરિવારજનો દ્વારા કરવામાં આવ્યા છે. તેઓએ આ પણ જણાવ્યું કે જો કોન્ટ્રાક્ટરએ તાત્કાલિક નજીકની હોસ્પિટલ કે દવાખાનામાં સારવાર માટે લઇ ગયા હોત, તો હરી મોહનની જાણ બચી શકી હોત

(7:03 PM IST)