<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 11th August 2025

થરાદની મુખ્ય કેનાલમાં બે પુત્રો સાથે મહિલાએ લગાવી મોતની છલાંગ: મહિલાનો મૃતદેહ મળ્યો : બાળકોની શોધખોળ ચાલુ

મુખ્ય કેનાલ પર મહાજનપુરા અને જમડાને જોડતા પુલ નજીક મહીલાએ બે પુત્રો સાથે કેનાલમાં ઝંપલાવ્યું

બનાસકાંઠામાં થરાદની મુખ્ય કેનાલમાં બે પુત્રો સાથે મહિલાએ મોતની છલાંગ લગાવી છે.  મુખ્ય કેનાલ પર મહાજનપુરા અને જમડાને જોડતા પુલ નજીક  ઘટના બનવા પામી હતી. થરાદ નગરપાલિકાના ફાયર ફાઈટરને સ્થાનિકો દ્વારા જાણ કરાતા નગરપાલિકાના કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા  એક મહીલા પોતાનાં બે બાળકો સાથે કેનાલમા મોતની છલાંગ લગાવી હતી મહિલાનો મૃતદેહ કેનાલમાંથી મળી આવ્યો  છે જયારે  થરાદ નગરપાલિકાના ટીમ બન્ને બાળકોને શોધી રહી છે. મહીલાએ બે પુત્રો સાથે કેનાલમાં કેમ ઝંપલાવ્યું તેનુ કારણ અકબંધ રહેવા પામ્યુ છે. પુત્રો સાથે કેનાલમાં મોતની છલાંગ લગાવનાર મહિલા થરાદની હોવાનું સામે આવ્યું છે.

(8:16 PM IST)