<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 11th August 2025

મહેસાણામાંથી જૂની 16 લાખની ચલણી નોટો ઝડપાઇ : આશિષ ઠાકોર થેલા સાથે પકડાયો

થેલામાંથી જૂની રૂપિયા 500 અને 1000 ના દર ની 2,085 ચલણી નોટો મળી : કુલદીપ રાજપૂત અને હાર્દિક રાજપૂત નામના બે શખ્શો ફરાર

મહેસાણામાંથી એલસીબીએ જૂની 16 લાખની ચલણી નોટો ઝડપી પાડી છે. હાલમાં ચલણમાં નથી એવી ચલણી નોટોનો જથ્થો ઝડપાયો છે. સતલાસણા-અંબાજી હાઇવે ઉપર થી જૂની ચલણી નોટો ઝડપાઇ છે.  આશિષ ઠાકોર નામનો શખ્શ જૂની ચલણી નોટો ભરેલા થેલા સાથે ઝડપાયો છે. 

  એલસીબીને ખાનગી રાહે બાતમી મળતા યુવાનને ઝડપી પાડ્યો છે. જૂની રૂપિયા 500 અને 1000 ના દર ની 2,085 ચલણી નોટો ઝડપાઇ હતી. કુલ રૂપિયા 16,35,500 ની જૂની ચલણી નોટો મળી આવી છે. કુલદીપ રાજપૂત અને હાર્દિક રાજપૂત નામના બે શખ્શો ફરાર થઈ ગયા છે.  

(8:35 PM IST)