<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 11th August 2025

ભાભરમાં પોલીસ કોન્સ્ટેબલ હુમલો કરનારા ચાર આરોપીઓનું રીકન્ટ્રક્શન કરવામાં આવ્યું

ભાભર પોલીસ દ્વારા પોલીસ પર હુમલો કરનાર ચાર આરોપીઓનું ભાભરની બજારોમાં તેમજ ભાભર હાઇવે ઉપર ફેરવી ઉઠક બેઠક કરાવી અને રી કન્ટ્રક્શન કરવામાં આવ્યું હતું

ભાભર, તા.૧૧

ભાભરમાં મારામારી કરતાં બે લોકોને પેટ્રોલિંગમાં રહેલા કોન્સ્ટેબલે રોકવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન કોન્સ્ટેબલને લૂંટી લેનાર ચાર આરોપીઓને પોલીસે ઝડપી લીધા છે. ભાભર પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો કરનાર ચાર આરોપીઓનું રીકન્ટ્રક્શન કરવામાં આવ્યું છે. રક્ષાબંધનના દિવસે આ હુમલાની ઘટના બની હતી.

રક્ષાબંધનના દિવસે નગરપાલિકાના કર્મીને માર મારતા હોઈ છોડાવવા જઈ રહેલા પોલીસ કોસ્ટેબલ પર હુમલો કરી મોબાઈલ લૂંટી લેવામાં આવ્યા હતા.આ ચાર આરોપીઓને ભાભર પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી આજરોજ ચારેય આરોપીઓનું રીકન્ટ્રક્શન કરવામાં આવ્યું છે. ભાભર પોલીસ દ્વારા પોલીસ પર હુમલો કરનાર ચાર આરોપીઓનું ભાભરની બજારોમાં તેમજ ભાભર હાઇવે ઉપર ફેરવી ઉઠક બેઠક કરાવી અને રી કન્ટ્રક્શન કરવામાં આવ્યું હતું.

આરોપીઓએ કોન્સ્ટેબલને માર મારી કપડાં ફાડી નાખ્યા હતા. કોન્સ્ટેબલ વિક્રમ ચૌધરીએ ચાર આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે આરોપીને ઝડપી લીધા છે. પોલીસ પર હુમલો કરનાર ચાર આરોપીઓનું ભાભરની બજારોમાં તેમજ ભાભર હાઇવે ઉપર ફેરવી ઉઠક બેઠક કરાવી અને રી કન્ટ્રક્શન કરવામાં આવ્યું હતું.

 

 

 

(10:12 PM IST)