<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 11th August 2025

ભાજપના નેતાઓ બોલવામાં ભાન ભૂલ્યા, સવાલો પૂછતા જનતા સામે દાદાગીરી કરી

જનતાની સમસ્યાઓ જાણવા નિકળેલા નેતાઓને જનતાએ કર્યા આકરા સવાલઃપ્રજા વચ્ચે નીકળેલા નેતાઓસ્થાનિકોએ પ્રાથમિક સુવિધાઓના અભાવની ફરિયાદ કરી હતી

અમદાવાદ, તા.૧૧

પ્રજાની વચ્ચે સમસ્યા જાણવા નીકળેલા ભાજપના નેતાઓને જનતાના રોષનો સામનો કરવો પડ્યો હતો. અમદાવાદના નિકોલ વિસ્તારમાં ભાજપના ધારાસભ્ય અને ચારેય કોર્પોરેટરને જનાક્રોશનો ભોગ બનવો પડ્યો હતો. ત્યારે જનાક્રોશનો ભોગ બનેલા નેતાઓનો વીડિયો વાયરલ થયો છે.

નિકોલ વિસ્તારમાં અમર જવાન સર્કલ પાસે આવેલ ભાગવત ફ્લેટ પાસે ભાજપનાં ધારાસભ્ય બાબુ જમનાદાસ પટેલ, તથા ભાજપમાંથી ચૂંટાયેલા ચારેય કોર્પોરેટરો બળદેવ પટેલ, દિપક પંચાલ, ઉષા રોહિત, વિલાસ દેસાઈ અને સંગઠનનાં હોદેદારો ચૂંટણી નજીક આવતા સ્થાનિકોની સમસ્યા જાણવા માટે નીકળ્યા હતા. તે દરમિયાન નિકોલના અમર જવાન સર્કલ પાસે સ્થાનિક લોકોએ રોડ-રસ્તા, ગટર ઉભરાવવાની સમસ્યા, પીવાનું ચોખ્ખું પાણી ન મળવાની સમસ્યા, વરસાદી પાણી ભરાવા જેવી અનેક સમસ્યા વિશે સવાલ પુછતા કોર્પોરેટર બળદેવ પટેલ જવાબ આપવાને બદલે ઉગ્ર થઈ ગયા હતા. કોર્પોરેટર બળદેવ પટેલ લુખ્ખા અને ટપોરી જેવી ભાષામાં વાત કરતા નજરે પડ્યા હતા.

અમદાવાદમાં ભાજપના ધારાસભ્ય અને કોર્પોરેટરને જનતાના રોષનો સામનો કરવા પડ્યો હતો. નિકોલ વિસ્તારની સમસ્યા જાણા નીકળેલા નેતાઓને જનતાએ સવાલો કરીને થકવી નાંખ્યા હતા. ભાજપના ધારાસભ્ય બાબુ જમનાદાસ પટેલ અને વોર્ડના ભાજપના ચારેય કોર્પોરેટર બળદેવ પટેલ, દિપક પંચાલ, ઉષા રોહિત, વિલાસ દેસાઈ અને સંગઠનના હોદ્દેદારો ચૂંટણી નજીક આવી રહી હોવાથી લોકોની સમસ્યા જાણવા નીકળ્યા હતા.

પ્રજા વચ્ચે નીકળેલા નેતાઓે સ્થાનિકોએ પ્રાથમિક સુવિધાઓના અભાવની ફરિયાદ કરી હતી. કોર્પોરેટર જનતાના ફોન ન ઉપાડતા હોવાની પણ લોકોએ ફરિયાદ કરી હતી.

જોકે, પ્રજાની વાતો શાંતિથી સાંભળવાને બદલે ભાજપના નેતાએ આકરા તેવર બતાવ્યા હતા. લોકોએ આકરા સવાલ કરતા કોર્પોરેટર બળદેવ પટેલ ઉગ્ર થયા હતા. લોકોના સવાલના જવાબ આપવાના બદલે કોર્પોરેટર અકળાઈ ગયા હતા. ઉગ્ર ભાષામાં જનતા સાથે કોર્પોરેટરે વાત કરી હતી. ત્યારે આ ઉગ્ર બોલાચાલીનો વીડિયો પણ વાયરલ થયો છે.

 

(10:13 PM IST)