તા. ૧૮ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૯ બુધવાર
News of Monday, 11th August 2025
પાનોલીની નંદીની એગ્રો સેડ નેટ કંપનીમાં દરોડા પડ્યા
જુગાર રમતા કંપની માલિક સાથે નવ જુગારીઓ ઝડપાયાઃરોકડા રૃ.૫,૧૮,૬૦૦, ૬ વાહનો તથા ૧૦ મોબાઇલ ફોન સહિત કુલ રૃ.૨૮,૧૪,૬૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો

અમદાવાદ, તા.૧૧
પાનોલી પોલીસે પાનોલી જીઆઇડીસીમાં નંદીની એગ્રો સેડ નેટ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં દરોડો પાડી જુગાર રમી રહેલા કંપની માલિક સાથે ૯ જુગારીઓને ઝડપી પાડી રોકડા રૃ.૫,૧૮,૬૦૦, ૬ વાહનો તથા ૧૦ મોબાઇલ ફોન સહિત કુલ રૃ.૨૮,૧૪,૬૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
પાનોલી પોલીસ ટીમે પાનોલી જીઆઇડીસીમાં પ્લોટ નં.એ-૧/૧૧૦૨માં આવેલ નંદીની એગ્રો સેડ નેટ પ્રાઇવેટ લિમિટેડ કંપનીની બિલ્ડિંગમાં ઉપરના માળે દરોડો પાડી જુગાર રમી રહેલા નવ જુગારીઓને ઝડપી પાડ્યા હતા.
જેમાં કંપનીના માલિક મેહુલ શંકરભાઈ પટેલ, દક્ષેશ અમૃતભાઈ પ્રજાપતિ, જયદીપસિંહ દિલીપસિંહ યાદવ, યોગેશ સીતારામ લિમ્બાલકર, ભદ્રેશ અનિલભાઈ પટેલ, અંકુર શાંતિભાઈ પટેલ, ખીરાસિંધુ ઉર્ફે અજય દુહકું પાંડે, સુરસંગ ઉર્ફે બાબુ જાયમલભાઈ પટેલ (તમામ રહે- અંકલેશ્વર) અને વિજય રણજીતભાઈ પરમાર (રહે-હાંસોટ) નો સમાવેશ થાય છે. પોલીસે સ્થળ પરથી અંગઝડતીના રોકડા રૃ.૫,૧૦,૭૦૦ તથા દાવ ઉપરના રોકડા રૃ.૭૯૦૦ મળી કુલ રૃ.૫,૧૮,૬૦૦, રૃ.૯૬ હજારની કિંમતના ૧૦ નંગ મોબાઈલ ફોન, ૩ કાર, ૩ ટુ-વ્હીલર સહિત કુલ રૃ.૨૮,૧૪,૬૦૦નો મુદ્દામાલ જપ્ત કરી તમામની જુગારધારા હેઠળ અટકાયત કરી હતી.
(10:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
