<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 11th August 2025

રાજયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ તૈયારી શરૂ :નવ મહાનગરપાલિકા માટે અધિકારીઓની નિમણૂક

નવી મતદાર યાદી માટે મદદનીશ નોંધણી અધિકારીઓની નિયુક્તિ કરાઈ ; વર્ષેના અંતે રાજ્યમાં 15 મહાનગરપાલિકામાં ચૂંટણી યોજાશે

ગાંધીનગર: રાજ્ય ચૂંટણી આયોગે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ તૈયારીઓનો ઘમઘમાટ શરૂ કર્યો છે. જે અંગે નવ મહાનગરપાલિકા માટે અધિકારીઓની નિમણૂક કરાઈ છે. આ સાથે નવી મતદાર નોંધણી માટે મદદનીશ અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે.

નવી મહાનગરપાલિકા માટે નવી મતદાર યાદી માટે મદદનીશ નોંધણી અધિકારીઓની નિયુક્તિ કરાઈ છે. ગાંધીધામ, મોરબી, નવસારી, સુરેન્દ્રનગર, નડિયાદ, પોરબંદર,મહેસાણા, આણંદ, વાપી માટે અધિકારીઓની નિયુક્તિ કરવામાં આવી છે. આ વર્ષેના અંતે રાજ્યમાં 15 મહાનગરપાલિકામાં ચૂંટણી યોજાશે.

(11:27 PM IST)