તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 12th August 2025
૧૫ જિલ્લામાં ૬૦ ટકાથી પણ ઓછો વરસાદઃ ખેડૂતો ચિંતામાં
રાજ્યમાં જૂનમાં ૩૦૩મીમી, જુલાઇમાં ૨૫૧મીમી સામે ઓગસ્ટમાં માત્ર ૧૨.૮૯મીમી વરસાદ મહત્તમ વરસાદવાળા સૌરાષ્ટ્ર ઝોનમાં હાલ સૌથી ઓછો

અમદાવાદ તા.૧૨: ગુજરાતમાં લગભગ ૬૫ ટકા જેટલો સીઝનનો સરેરાશ વરસાદ થયો છે અને સીઝનની શરૂઆતમાં સંખ્યાબંધ તાલુકામાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ ગઈ છતાં હોવા છતાં હાલ રાજ્યના ૧૫ જિલ્લા એવા છે જ્યાં ૬૦ ટકાથી ઓછો વરસાદ થતા ચિંતાજનક સ્થિતિ છે. જૂન મહિનામાં કુલ ૩૦૩ મીમી અને જુલાઈ મહિનામાં ૨૫૧ મીમી જેટલો ભારે વરસાદ થયો હતો. તેની સામે ઓગસ્ટના પ્રથમ દસ દિવસમાં ફક્ત ૧૨.૮૯ મીમી જેટલો જ વરસાદ થવા પામ્યો છે. અત્યાર સુધી ખરીફ સીઝનનું કુલ ૮૭.૪૮ ટકા વાવેતર થવા પામ્યું છે. તેથી ખાસ કરીને સૌરાષ્ટ્રમાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદ ખેંચાતા ખેડૂતો હવે મેઘરાજાની મહેર થાય તેવી આશા રાખી રહ્યા છે.
જૂન મહિનામાં તોફાની પ્રારંભ બાદ જુલાઈમાં પણ નોંધપાત્ર વરસાદ થયા બાદ ઓગસ્ટમાં મેઘરાજાની મહેર ઓછી થતા ખેડૂત વર્ગ વાવેતર માટે વરસાદની આશા રાખીને બેઠો છે. સામાન્ય રીતે દર વર્ષે સૌરાષ્ટ્ર ઝોનમાં સીઝનનો સરેરાશ વરસાદ સૌથી વધુ હોય તેના બદલે હાલ તમામ ઝોનમાં સૌથી ઓછો વરસાદ સૌરાષ્ટ્રમાં છે. સૌરાષ્ટ્ર ઝોનમાં સરેરાશ વરસાદ ૫૬.૩૧ ટકા છે તો અન્ય ઝોનમાં દક્ષિણ ગુજરાતમાં ૬૮.૭૯ ટકા, મધ્ય-પૂર્વ ગુજરાતમાં ૬૬.૫૪ ટકા, ઉત્તર ગુજરાતમાં ૬૬.૨૧ ટકા, કચ્છ ઝોનમાં ૬૫.૧૩ ટકા વરસાદ થયો છે. સોમવારે સવારની સ્થિતિ મુજબ છેલ્લા ૨૪ કલાકમાં ફક્ત ૨.૮૨ મીમી જ વરસાદ થવા પામ્યો છે. સોમવારે દિવસભર ૨૫૧માંથી ૪૦ તાલુકામાં જ વરસાદ થવા પામ્યો હતો. જેમાં પારડી, માંગરોળ અને વાપી તાલુકામાં હળવો વરસાદ થયો હતો.
ઓગષ્ટ મહિનામાં વરસાદનું જોર સામાન્ય રીતે વધુ રહેતું હોય છે તેના બદલે રાજ્યભરમાં સરેરાશ વરસાદનું નબળુ પ્રમાણ યથાવત રહે તો કળષિ ક્ષેત્રથી લઈ જે જળાશયોમાં પાણીનો પુરવઠો ઓછો છે તેવા વિસ્તારમાં સ્થિતિ કઠીન બની શકે છે. જે જિલ્લામાં ૬૦ ટકાથી ઓછો વરસાદ છે તેના કેટલાક તાલુકામાં હજુ ૩૫ ટકા વરસાદ જ થયો છે.
૭૦ જળાશયો ૫૦% માંડ ભરાયા
સરદાર સરોવર ડેમને બાદ કરતા રાજ્યના અન્ય ૨૦૬ જળાશયોમાંથી ચોમાસાની સીઝન અડધી પૂર્ણ થઇ ગઇ હોવા છતાં પાણીનો પુરવઠો ઓછો છે. ૩૩ જળાશયો ૨૫ ટકાથી ઓછા ભરાયેલા છે તો ૩૭ ડેમ ૨૫થી ૫૦ ટકા સુધી અને ૩૩ ડેમ ૫૦થી ૭૦ ટકા સુધી જ ભરાયેલા છે. ૭૨ ડેમ ૭૦થી ૯૯ ટકા અને ફક્ત ઝ ડેમ જ સો ટકા ભરાયા છે.(૩૮.૧૦)
૬૦ ટકાથી ઓછો વરસાદ હોય તેવા જિલ્લા
ગીર સોમનાથ ૩૬.૬૪ ટકા
પોરબંદર ૫૫.૧૬ ટકા
પાટણ ૪૫.૩૫ ટકા
બોટાદ ૫૬.૩૧ ટકા
અમરેલી ૪૫.૭૫ ટકા
વડોદરા ૫૬.૪૬ ટકા
રાજકોટ ૪૯.૦૮ ટકા
મોરબી ૫૬.૫૯ ટકા
જૂનાગઢ ૫૨.૮૯ ટકા
જામનગર ૫૭.૧૮ ટકા
દેવભૂમિ દ્વારકા ૫૩.૭૩ ટકા
અરવલ્લી ૫૮.૮૫ ટકા
ગાંધીનગર ૫૪.૪૧ ટકા
મહેસાણા ૫૯.૧૧ ટકા
(9:55 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
