<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 12th August 2025

૨૩ વર્ષથી સુરતમાં વોન્‍ટેડ કુવિખ્‍યાત ડોનને ખાસ ઓપરેશનમાં PCB મથુરાથી ઉપાડી લાવી

ASI જનાર્દન શર્મા, દીપકભાઈ નરસીભાઈની બાતમી આધારે અનુપસિંહ ગેહલોત અને PCB પીઆઇ આર.એસ. સુવેરા દ્વારા પૂરતી તપાસ કરાવી સફળતાપૂર્વક જાનાના જોખમે પકડી લેવાતા પોલીસ કમિશનર દ્વારા પીઠ થાબડવામાં આવી લોકો જન્‍માષ્‍ટમી તહેવાર આનંદથી માણી શકે તે માટે પોલીસ ટોપ ગિયરમાં..૭ દિવસમાં વધુ ૩૦ પાસામાં..કુલ આંક ૧૩૪૪ પાર.... પીઆઇ આર એસ સુવેરા અકિલા સમક્ષ ત્રણે વાયરલ અભિયાનની પડદા પાછળની કથા વર્ણવે છે...

રાજકોટ, તા.૧૨: નો ડ્રગ્‍સ ઈન સુરત, અને અસામાજિક તત્‍વોને માનસિક હિંમત તોડી પાડવા ગુન્‍હો સુરતમાં આજે ગુન્‍હો કરે કે ભૂતકાળમાં ૨૦, કે ૨૫ વર્ષ પહેલા પણ સુરત પોલીસ તેને પાતાળમાંથી શોધી કાઢે છે  આ ઉપરાંત વિવિધ વિસ્‍તારોમાં પોતાની લુખ્‍ખાગીરી કરતા તત્‍વોને સૌરાષ્‍ટ્રની આગવી પદ્ધતિ મુજબ  વિશેષ ઢબે સરભરા કરી પાસાના પિંજરે રીઢા ગુનેગારોને પૂરવાની પોલીસ કમિશનર અનુપમસિહ ગેહલોતની નોંધ ગ્રહ મંત્રી હર્ષભાઈ સંઘવી દ્વારા લેવા સાથે આખા ગુજરાતમાં આ પદ્ધતિ અપનાવવા કરેલ નિર્ણયથી સુરત પોલીસ ફૂલ ઉત્‍સાહમાં આવી છે, છેલ્લા ૭ દિવસમાં વધુ ૩૦ આરોપીઓ પાસાના પિંજરે પુરાયા હોવાનું અકિલા સાથેની વાતચીતમાં ષ્ટણૂણુ પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર આર. એસ સુવેરાએ જણાવ્‍યું છે. તેઓએ વિશેષમાં જણાવેલ કે સુરત પોલીસમાં રજાનો નહિ, ત્રણે ઝુંબેશ બળવતર બનાવવાનો આખો માહોલ પોલીસ કમિશનરશ્રી દ્વારા ખુદ રસ દાખવી ભો કર્યો છે. ચાલુ વર્ષના ૮ માસમાં ૬૪૦ ભયજનક તત્‍વોને જેલના સળિયા ગણવા મોકલ્‍યા છે. કુલ ૧૭,૧૮ માસમાં ૧૩૪૪ અસમાજિક તત્‍વો અંદર છે.

પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર આર એસ સુવેરાએ આ પાસા ઝુંબેશ અંગે જણાવેલ કે, સુરતમાં પાસા અંગે પોલીસ કમિશનરશ્રી દ્વારા આગવી પદ્ધતિ વિકસાવી છે, તેવો સુરતના વિવિધ વિસ્‍તારોમાં ફરી પોલીસ સ્‍ટાફ અને ખાસ કરી એ વિસ્‍તારના લોકોને વિશ્વાસમા લે છે. અને અસમાજિક તત્‍વો અંગે ખાનગી માહિતી મેળવી, વિશ્વાસુ મારફત ખરાઈ કરાવી અમારા મારફત લોકોની રજૂઆત આધારે દરખાસ્‍ત મંગાવી કાર્યવાહી થાય છે.

આજ રીતે નો ડ્રગ્‍સ ઈન સુરત ઝુંબેશ વડોદરામાં આ મુદે સીપીશ્રીએ કરેલ અભ્‍યાસ અને જેની નોંધ ર્ીણુક્ક રાજ્‍યની હાઈ કોર્ટ દ્વારા લેવાયેલ, તે અભ્‍યાસ આધારે લોકોનો સંપુર્ણ વિશ્વાસ કેળવી થાય છે, જેની નોંધ દિલ્‍હી સુધી લેવામાં આવી છે તેમ આર એસ સુવેરાએ જણાવેલ. 

અગાઉ જણાવ્‍યું તેમ ગુન્‍હો કર્યા પછી પોલીસ પાતાળમાંથી પણ આજ નહીં તો કાલ, અરે વર્ષી વીત્‍યા પછી પણ ગુનેગારોના મનમાં ભાવના જાગે એ ગુન્‍હાખોરી આડે સ્‍પીડ બ્રેકર્સ છે. લોકોને પણ પોલીસમાં વિશ્વાસ પેદા થાય છે. PCB બ્રાન્‍ચ દ્વારા છેલ્લા ૧૦ વર્ષથી વોન્‍ટેડ ૩૨ લોકોને રાજ્‍ય બહારથી અમારી ટીમ પક્કડી લાવી સંતોષ માન્‍યો નથી. ૨૮, ૨૦ વર્ષ જૂના અપરાધીઓ  કે જેમાં અમુકના એન્‍કાઉન્‍ટર અલગ અલગ પ્રદેશમાં થયા હોય તેવા પૈકી જીવિત ગુજરાતના ગુન્‍હાના આરોપી રાત દિવસની અથાગ જહેમત પછી જીવના જોખમે પકડી લાવી છે.

તાજેતરના જ ૨૩, ૨૩ વર્ષથી લાપતા અને મથુરામાં ખૂંખાર ગુનેગાર તરીકે પંકાયેલા શખ્‍સને પણ મથુરા જીલ્લાના અજમપુર ગામેથી અમારી ટીમ પોલીસ કમિશનરશ્રીના અને અમારા માર્ગદર્શન હેઠળ પકડી લવાતા પોલીસ કમિશનરશ્રીસરએ ખોબલે ખોબલે અભિનંદન પાઠવ્‍યા છે.(

(4:30 PM IST)