<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 12th August 2025

શિક્ષણએ માત્ર સર્જનાત્‍મકતાની ઉજવણી નહીં પરંતુ વ્‍યકિતગત ભાવનાત્‍મક વિકાસ

બાળકમાં શાષાનું જ્ઞાન આપણા નો ઇતિહાસ આપણી ભૌગોલિક પરિસ્‍થિતિ વગેરે ની માહિતી નળત્‍ય કળાઓ, ગરબાઓ ભવાઈ નાટકો દ્વારા આપણી જૂની પરંપરાથી બાળકોને પરિચિત કરાવવા જેથી કરીને એ આપણી પરંપરાઓથી પરિચિત બને જૂની પરંપરાઓને જૂની સમજી કબાટમાં મૂકી દેવાને બદલે તાજી રાખી હંમેશ માટે બાળકોના મન સ્‍થિતિ માં કેળવાય એ જરૂરી છે માટીથી બનાવેલા રમકડા એ અત્‍યારે મળતા કાચ અને કચકડા તેમજ પ્‍લાસ્‍ટિકના રમત રમકડા કરતા ખૂબ જ મહત્‍વના છે કેમકે એના દ્વારા બાળક ધૂળ માટી થી પરિચિત બનશે રમકડા બનાવતા શીખશે જેને કારણે એ માટી નો સ્‍પર્શ કરશે : તમારી જે પ્રકારનું ધ્‍યેય હશે એ જ પ્રમાણે તમારા જીવનનું સ્‍વરૂપ બંધાશે તમારો આદર્શ ભલે ગમે તે હોય પણ જ્‍યાં સુધી તમે તમારી અંદર પૂર્ણતા પ્રાપ્ત નહીં કરી હોય ત્‍યાં સુધી એ આદર્શનો તમે પૂર્ણ રીતે સાક્ષાત્‍કાર નહીં કરી શકે તમારું ધ્‍યેય ઉચ્‍ચ અને વિસ્‍તાર રાખો ઉદારતા વિનાનું ધ્‍યેય તે ફોગટ છે તમારું જીવન તમારે પોતાને માટે તેમજ અન્‍યને માટે પણ ઘણું કીમતી વસ્‍તુ બની રહેશે બાળકોમાં આત્‍મવિશ્વાસ આપે શિક્ષણ વિદ્યાર્થીઓમાં વધુ આનંદદાયિક રીતે અભ્‍યાસક્રમ પૂરો કરવાની ભાવના ધરાવે કળા શિક્ષણ અવલોકન કરી સમજૂતી શક્‍તિ ધરાવતું સાધન એટલે કળા શિક્ષણ : બાળકો પોતાના મનગમતું કંઈ પણ કાર્ય કરી શકે શિક્ષકોએ પણ ભણાવવાનું નહીં. માત્ર ને માત્ર બાળકોને માઈન્‍ડ ફ્રેશ થાય એવી જ કોઈ રમત રમાડવાની ચિત્રો કરાવવાના નાટકો કરવાના ગીતો ગાવાના વગેરે થી બાળકો માટે નવી કૌશલ્‍ય ક્ષમતા વિશે એમના પ્રયોગો થાય છે તે ખૂબ જ જરૂરી છે : આજના જમાના ની AI ટેકનીક પણ વિદ્યાર્થીઓને શીખવવામાં ખૂબ જ જરૂરી અને માહિતીપ્રધાન સાબિત થઈ છે જેના દ્વારા વિદ્યાર્થી પોતાની મૂંઝવણ અને દૂર કરી શકે અને આગળ વધી શકે બાળકો ટેકનોલોજી ના માધ્‍યમથી પેઇન્‍ટિંગ એનિમેશન ફિલ્‍મ ચિત્રો વગેરે બનાવી રહ્યા છે ડિજિટલ ર્લનિંગ નો ઉપયોગ કરીને બાળકો આગળ વધી રહ્યા છે કળાને એટલે જ બાળકો ના મનનું કેનવાસ કહ્યું છે જેના માધ્‍યમથી બાળક પોતાની ઈચ્‍છાઓને આકાંક્ષાઓને ભવિષ્‍ય માટે તૈયાર કરી શકે છે

આજના ૨૧મી સદીના ફાસ્‍ટ ગતિશીલ સ્‍પર્ધાત્‍મક યુગમાં શિક્ષણ માત્ર જ્ઞાનાત્‍મક સમજ પૂરતું જ મર્યાદિત રહ્યું નથી પરંતુ બાળકોના સર્વાંગી વિકાસ માટે શૈક્ષણિક સિદ્ધિની સાથે સાથે બાળક માં સમજ, સંસ્‍કાર અને સર્જનાત્‍મકતા તેમજ કલ્‍પના શક્‍તિ પણ એટલી જ મહત્‍વની બની રહી છે આવા સંજોગોમાં કળા શિક્ષણ આર્ટ એજ્‍યુકેશન એ શિક્ષણ ક્ષેત્રમાં એક મહત્‍વનું પામી રહ્યું છે કળા શિક્ષણ એ બાળકોને તેના અંતર જગત સાથે જોડે છે કડક અભ્‍યાસક્રમો અને પરીક્ષાલક્ષી અભિગમ બાળકોના ભાવાત્‍મક વિકાસને અવગણે છે કળા શિક્ષણ એ બાળકોને પોતાની ઓળખ શોધવામાં આત્‍મવિશ્વાસ વિકસાવવામાં આંતરિક સ્‍ફૂર્તિ પ્રાપ્ત કરવામાં મદદરૂપ થાય છે.

કળા શિક્ષણ વ્‍યાપ અને ઉપયોગીતા

શિક્ષણ એ માત્ર સર્જનાત્‍મકતા ની ઉજવણી નથી પરંતુ વ્‍યક્‍તિગત વિકાસ ભાવાત્‍મક વિમોચન અને સામાજિક જાગળતિ નો એક શક્‍તિશાળી માધ્‍યમ બની રહે છે કળા શિક્ષણ એ એક એવો શિક્ષણ પ્રક્રિયાનો ભાગ છે કે જેમાં બાળકે પોતાની પ્રતિભાની ખીલવણી માટેના પ્રયાસો કરવાના હોય છે જેમા ચિત્રકલા સંગીત નિત્‍ય નાટક વગેરે કલાઓમાં પારંગત થઈ બાળકે પોતાની પ્રતિભાની ખેળવણી કરવાની રહે છે આજ જમાનો અભિયોગ્‍યતાનો છે જો કૌશલ્‍ય પ્રાધાન્‍યતા નહીં હોય તો બાળક જે સમાજનું ભાવિ નાગરિક છે એ સમાજની સાથે કદમથી કદમ મિલાવીને ચાલી નહીં શકે માટે જ માત્ર અભ્‍યાસક્રમ પૂરો કરવા પૂરતું જ શિક્ષણ નહીં લેતા બાળકોનો યોગ્‍ય વિકાસ ને સાચી દિશા નિદર્શન માટે આજે આપણા દેશમાં પ્રયાસો થઈ રહ્યા છે NEP 20 20 આમનું ઉદાહરણ છે કળા શિક્ષણ એ દર્શાવે છે કે ‘‘મનુષ્‍યની આંતરિક અનુભૂતિઓને ભાવપૂર્ણ રીતે રજૂ કરવાનું માધ્‍યમ એટલ કળા'' જ્‍યારે આ અભિવ્‍યક્‍તિને શૈક્ષણિક માળખાના પ્રવેશ મળે છે ત્‍યારે એ કળા શિક્ષણ બની જાય છે.

કળાના મુખ્‍યત્‍વે પ્રકારોમાં શિલ્‍પકલા, હસ્‍તકલા, ચિત્રકલા એ બધી દ્રશ્‍ય કળાઓ છે જ્‍યારે સંગીતિક કળાઓમાં સંગીત નળત્‍ય નાટક કલા વગેરેનો સમાવેશ થાય છે તેમજ સાહિત્‍ય અને ભાષા આધારિત કળાઓમાં કાવ્‍યો ની રચના કાવ્‍યપઠન,વાર્તાઓ અને નાટકો લખવા વગેરેનો સમાવેશ થાય છે મનુષ્‍યની વધતી જતી અપેક્ષાઓને ધ્‍યાનમાં લઈને નવીન મીડિયા કળાઓમાં ડિજિટલ આર્ટ, ડોકયુમેન્‍ટરી ફિલ્‍મ મલ્‍ટીમીડિયા, એનિમેશન વગેરેનો સમાવેશ થાય છે બાળકોના માનસિક વિકાસમાં કળા શિક્ષણ એ મહત્‍વપૂર્ણ છે કારણ કે તે વિચારશક્‍તિ કલ્‍પના શક્‍તિ અને અભિવ્‍યક્‍તિ શક્‍તિનો વિકાસ કરે છે.

Art is not a luxury but an accessory for a child whole some education_Elliot Eisner..

બાળકોની વિનમ્રતાપૂર્વક શીખવવાનું સાધન એટલે કળા અભ્‍યાસક્રમને રસપ્રદ બનાવતું જ્ઞાન અને અનુભૂતિના ગેપ ને નિવારતુ શિક્ષણ એટલે કળા શિક્ષણ મૂલ્‍ય આધારિત શિક્ષણ માટે કળા શિક્ષણ એ બેસ્‍ટ ઉપાય છે.

બાળપણમાં કળા શિક્ષણ નું મહત્‍વ

ધ્‍યેય વિનાનુ જીવન હંમેશા દુઃખી જીવન હોય છે આપણે સૌને જીવનની ધ્‍યેય હોવું જોઈએ પરંતુ એના ભૂલવું જોઈએ કે તમારી જે પ્રકારનું ધ્‍યેય હશે એ જ પ્રમાણે તમારા જીવનનું સ્‍વરૂપ બંધાશે તમારો આદર્શ ભલે ગમે તે હોય પણ જ્‍યાં સુધી તમે તમારી અંદર પૂર્ણતા પ્રાપ્ત નહીં કરી હોય ત્‍યાં સુધી એ આદર્શનો તમે પૂર્ણ રીતે સાક્ષાત્‍કાર નહીં કરી શકે તમારું ધ્‍યેય ઉચ્‍ચ અને વિસ્‍તાર રાખો ઉદારતા વિનાનું ધ્‍યેય તે ફોગટ છે તમારું જીવન તમારે પોતાને માટે તેમજ અન્‍યને માટે પણ ઘણું કીમતી વસ્‍તુ બની રહેશે બાળકોમાં આત્‍મવિશ્વાસ આપે શિક્ષણ વિદ્યાર્થીઓમાં વધુ આનંદદાયિક રીતે અભ્‍યાસક્રમ પૂરો કરવાની ભાવના ધરાવે કળા શિક્ષણ અવલોકન કરી સમજૂતી શક્‍તિ ધરાવતું સાધન એટલે કળા શિક્ષણ. બાળપણમાં કળા શિક્ષણનું અનેરુ મહત્‍વ છે જે બાળકને ઉચ્‍ચ સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે પ્રોત્‍સાહિત કરે છે.

બાલ્‍યાવસ્‍થા એ વ્‍યક્‍તિના જીવનમાં એવો પડાવ છે જેમાં શીખવાની ક્ષમતા વધુ હોય બાળકમાં સર્જનાત્‍મકતા નો વિકાસ કલ્‍પના શક્‍તિ કળા શિક્ષણથી મળે છે જેને કારણે બાળક તર્ક બુદ્ધિનો ઉપયોગ કરી પોતાના જીવનમાં આગળ વધી શકે છે માત્ર અને માત્ર પુસ્‍તકી જ્ઞાન ન મેળવતા બાળક જીવનની સાચી સમજદારી અનુભવો દ્વારા મેળવી પોતાની કલ્‍પનાને પાંખો આપે છે ઘણી વખત એવું પણ જોવા મળ્‍યું છે કે બાળકે પોતાની સર્જનાત્‍મકતાને કારણે સમાજમાં ઉચ્‍ચ નામના મળી રહી છે આવા ઘણા જ ઉદાહરણો આપણા ભારત દેશમાં જોવા મળ્‍યા છે જેમ કે નાની ઉંમરમાં શ્રીમદ ભગવદ્‌ ગીતાના પાઠોનું રટન કરવું સુત્રો કંઠસ્‍થ કરવા અનગીનત ભાષાઓ સમજવી તથા લખી જાળવી આ બધા જ ઉદાહરણો એ સાબિતી આપે છે કે બાળકોના જીવનમાં કળા શિક્ષણનું અનેરૂ મહત્‍વ છે.

આમ તો જગતમાં જન્‍મ લેનાર દરેક વ્‍યક્‍તિ ક્રિએટિવ માઇડેડ ધરાવે છે પરંતુ અમુક કિસ્‍સાઓમાં બાળકો ઉંચી સિદ્ધિ પોતાના કલ્‍પના શક્‍તિને કારણે મેળવી હોય છે વિશ્વ આરોગ્‍ય સંસ્‍થા who ના એક રિપોર્ટ અનુસાર બાળકોને બાળપણ સૌથી વધુ સ્‍વસ્‍થ હો મહત્‍વનું છે બાળકોને ચિત્રોમાં રંગો પુરવાથી સંગીત સાંભળવા છે કે નળત્‍ય દ્વારા પોતાની આગવી કળા રજૂ કરવાથી એમણે મનની શાંતિ મળે છે માટે જ માનસિક સ્‍વાસ્‍થ્‍યની જાળવણી અર્થે બાળકોમાં બાળપણથી જ કલ્‍પના શક્‍તિને જાગળત કરવી ખૂબ જ જરૂરી છે યુનેસ્‍કો ૨૦૦૬ ના એક અહેવાલ પ્રમાણે ‘‘Creative education faster critical thinking and innovation which are core skill for 21st country learner''

‘‘ઘણીવાર બાળકો પોતાના વિચારોને શબ્‍દોમાં વ્‍યક્‍ત કરી શકતા નથી ત્‍યારે કળા એ માધ્‍યમ બની શકે છે બાળકો પોતાના વિચારોને રેખાઓ, રંગો રાગ દ્વારા વ્‍યક્‍ત કરી શકે છે''

પરંપરાગત કળાઓનું યોગદાન

 આપણી મૂળભૂત પરંપરાઓથી બાળકોની પરિચિત કરાવો એ હરેક માતા પિતાની ફરજ છે બાળકોમાં સંસ્‍કળતિ સભ્‍યતા નો વારસો જળવાઈ રહે એ માટે તેમને આપણી જૂની પરંપરાઓ તેમજ ખ્‍યાલો થી પરિચિત કરાવવા ખૂબ જ જરૂરી છે બાળકમાં શાષાનું જ્ઞાન આપણા નો ઇતિહાસ આપણી ભૌગોલિક પરિસ્‍થિતિ વગેરે ની માહિતી નળત્‍ય કળાઓ, ગરબાઓ ભવાઈ નાટકો દ્વારા આપણી જૂની પરંપરાથી બાળકોને પરિચિત કરાવવા જેથી કરીને એ આપણી પરંપરાઓથી પરિચિત બને જૂની પરંપરાઓને જૂની સમજી કબાટમાં મૂકી દેવાને બદલે તાજી રાખી હંમેશ માટે બાળકોના મન સ્‍થિતિ માં કેળવાય એ જરૂરી છે.

માટીથી બનાવેલા રમકડા એ અત્‍યારે મળતા કાચ અને કચકડા તેમજ પ્‍લાસ્‍ટિકના રમત રમકડા કરતા ખૂબ જ મહત્‍વના છે કેમકે એના દ્વારા બાળક ધૂળ માટી થી પરિચિત બનશે રમકડા બનાવતા શીખશે.

જેને કારણે એ માટી નો સ્‍પર્શ કરશે આપણામાં કહેવત છે ને કે હંમેશા માટીથી જોડાયેલા રહીએ ગરબા તેમજ લોક નળત્‍ય દ્વારા બાળકના સહભાગી થવાની ભાવનાનો વિકાસ થાય છે NEP 2020 દ્વારા પરંપરાગત કળા ને બાળકોના શિક્ષણમાં પ્રવળત્તિઓને જોડવા ભારપૂર્વક સૂચવે છે નહીં તો આજકાલની પેઢી આપણી પરંપરાઓને ભૂલી જશે જુના ખ્‍યાલો ને નકામા અને ફોગટ સમાજસે કાલ સવારે તો આપણે પણ નકામા અને ફોગટ સમજસે માટે જ આવનારી પેઢીને ધ્‍યાનમાં રાખીને પરંપરાઓને જાળવણી પણ એટલી જ જરૂરી છે જેટલી તેની માવજત સાંસ્‍કળતિક શૈલી અને પરંપરાઓ આપણા તેમજ બાળકના જીવનમાં પ્રકાશનુ કિરણ છે.

આપણે આપણી જીવનશેલી છે શિક્ષણને માત્ર ગુણ સંખ્‍યા ની સ્‍પર્ધા સાથે ન રાખે પણ જીવનને સમજવાનુ માવજત ભયુઁ માધ્‍યમ આપે છે આપણા પ્રાચીન પુસ્‍તકોનું જીવન રૂપારણ બાળકોને માટે અગત્‍યનું માધ્‍યમ પૂરું પાડે છે જેમ કે રામાયણ મહાભારત આપણી પૌરાણિક કથાઓ વાર્તાઓ વગેરે ની બાળકોને ખબર હોવી જરૂરી છે જેથી કરીને ભવિષ્‍ય માટે આ પુસ્‍તકોના સહારે પોતાનું જીવન ની અંદર રહેલી સમસ્‍યાઓનું નિરાકરણ લઈ આવી શકે કયારેક પીછેહઠ ન કરે અને પોતાના ભવિષ્‍યને સુધારી શકે.

કળા શિક્ષણ ક્ષેત્રે થયેલા નવતર પ્રયોગો

કળા શિક્ષણ ક્ષેત્રે થયેલા નવતર પ્રયોગોમાં પહેલાના જમાનામાં પરંપરાગત કળાનું સ્‍થાન હતું જેમકે ગીતો લખનાર, ગીતો ગાવા, કાવ્‍યો લખવા, કાવ્‍યપથન,નળત્‍ય કરવા ચિત્રો દોરવા વગેરે પૂરતું મર્યાદિત હતું પણ આજના માહિતી ટેકનોલોજીના યુગમાં કળાઓને વિશેષ યોગદાન આપવામાં આવ્‍યું છે જેમ કે વિષયને ધ્‍યાનમાં રાખીને કળા ની પસંદગી ઉદાહરણ રૂપે સમજીએ તો ગણિતમાં દાખલા શીખવા માટે વિવિધ આકારો ની માહિતી ચિત્રોના માધ્‍યમથી બતાવવામાં આવે તેમાં શીખવવામાં આવે, વિજ્ઞાન ના વિષય ની માહિતી પદ્ધતિઓ ની માહિતી નાટક કે મોડલો દ્વારા રજૂ કરવામાં આવે, ગુજરાતી કાવ્‍યો પઠન કરીને વિદ્યાર્થીઓને નાટકી રીતે સંગીતના માધ્‍યમથી સમજાવવામાં આવે, અન્‍ય શાષાોની માહિતી જેમકે સમાજશાષા અર્થશાષા તર્કશાષા મનો શાષા વગેરેની માહિતી વિદ્યાર્થીઓને દ્રશ્‍ય શ્રાવ્‍ય ના માધ્‍યમથી ચિત્રો અને પિક્‍ચરોના માધ્‍યમથી બતાવવામાં આવે અને સમજાવવામાં આવે.

આ નવીન પદ્ધતિ દ્વારા વિદ્યાર્થીઓને માહિતગાર કરી વધુને વધુ જ્ઞાનવંતીલા બનાવવામાં આવે આજના જમાના ની AI ટેકનીક પણ વિદ્યાર્થીઓને શીખવવામાં ખૂબ જ જરૂરી અને માહિતીપ્રધાન સાબિત થઈ છે જેના દ્વારા વિદ્યાર્થી પોતાની મૂંઝવણ અને દૂર કરી શકે અને આગળ વધી શકે બાળકો ટેકનોલોજી ના માધ્‍યમથી પેઇન્‍ટિંગ એનિમેશન ફિલ્‍મ ચિત્રો વગેરે બનાવી રહ્યા છે ડિજિટલ ર્લનિંગ નો ઉપયોગ કરીને બાળકો આગળ વધી રહ્યા છે કળાને એટલે જ બાળકો ના મનનું કેનવાસ કહ્યું છે જેના માધ્‍યમથી બાળક પોતાની ઈચ્‍છાઓને આકાંક્ષાઓને ભવિષ્‍ય માટે તૈયાર કરી શકે છે અને સાકર કરવા માટે પ્રયત્‍નો કરે છે આજ ડિજિટલ માધ્‍યમ જેટલું જ લાભકારી છે એટલું જ હાનિકારક પણ છે જો સાચી માત્રામાં એનો ઉપયોગ કરવામાં આવે તો એ મર્યાદા ને અવગણીને સાચી દિશા બતાવે છે એ બાળકને પોતાની મનોવળતિ ઉપર આધાર રાખે છે પણ બાળકોને આમનાથી અવગત પણ કરી શકાય નહીં આજના જમાનામાં છે શોધખોળો નવીનતર પ્રયોગો થઈ રહ્યા છે એ બધા જ ની જાણકારી તો ઓનલાઇન માધ્‍યમથી ન જ મળે છે માટે જ બાળકોને સાચી દિશા ની જાણકારી હોવી ખૂબ જ જરૂરી છે.

વર્તમાન સ્‍થિતિ અને નીતિઓનું મૂલ્‍યાંકન

વર્તમાન સમયની અંદર કળાશિક્ષણ એ વિષયના રહેતા અભ્‍યાસક્રમમાં પણ સમાવેશ પામવામાં આવ્‍યું છે આજની સ્‍થિતિ કળાના મહત્‍વને સમજી છે આજે વિશ્વભરમાં કળાને એક અગત્‍યનું સ્‍થાન આપવામાં આવ્‍યું છે તેમાં આપણા ભારત દેશનો પણ આમનો સ્‍વીકાર થયો છે કોઈ ખાનગી તેમજ સરકારી શાળાઓમાં કળા શિક્ષણ ને ખૂબ જ મહત્‍વ આપવામાં આવ્‍યું છે પરંતુ ઘણી શિક્ષણ સંસ્‍થાઓ કળાના મહત્‍વને સમજી નથી માત્ર અને માત્ર સિલેબસ પૂર્ણ કરવા પૂરતું ધ્‍યાન આપવામાં આવે છે અને બાળકોને તેમને ધોરણ પ્રમાણે આવતા વિષયોનીજ સૂચિ તૈયાર કરવામાં આવે છે તેમને ભવિષ્‍ય માટે તૈયાર કરવામાં આવતા નથી પણ આજનીય દયાનીય સ્‍થિતીને ધ્‍યાનમાં રાખીને ઘણી નીતિઓએ આપણા દેશમાં સ્‍થાન મેળવવું છે કેમકે NEP 2020 ધણી શૈક્ષણિક સંસ્‍થાઓએ આ નીતિને સ્‍વીકારી છે ઉદાહરણ રૂપિયે જોઈએ તો શનિવારે બેકલેસ ડે તરીકે ઉજવવામાં આવે છે એ ખૂબ જ સારું છે બાળકો પોતાના મનગમતું કંઈ પણ કાર્ય કરી શકે શિક્ષકોએ પણ ભણાવવાનું નહીં. માત્ર ને માત્ર બાળકોને માઈન્‍ડ ફ્રેશ થાય એવી જ કોઈ રમત રમાડવાની ચિત્રો કરાવવાના નાટકો કરવાના ગીતો ગાવાના વગેરે થી બાળકો માટે નવી કૌશલ્‍ય ક્ષમતા વિશે એમના પ્રયોગો થાય છે તે ખૂબ જ જરૂરી છે સારું એટલી તો આગળ વધી છે આપણી શૈક્ષણિક ક્ષમતા કેમ કે બાળક જ આવતીકાલનું ભવિષ્‍ય છે જો એમના માટે પુસ્‍તક યા જ્ઞાન સિવાય બીજું તર્કશક્‍તિ, કલ્‍પના શક્‍તિ વિકસેલી હશે તો જ સમાજ સાથે કદમથી કદમ મિલાવીને ચાલી શકશે અને આગળ વધી શકશે.

વર્તમાન સમયની સ્‍થિતિ સુધારવાના પ્રયત્‍નો થઈ રહ્યા છે જે બાળકોના ભવિષ્‍ય માટે ખૂબ જ સારું છે NEP ૨૦૨૦ દ્વારા શાળાઓમાં હોમેસ્‍ટિક ડેવલપમેન્‍ટ ઉપર વધુ ભાર મૂકવામાં આવ્‍યો છે ગ્રામ્‍ય વિસ્‍તાર તેમજ શહેરી વિસ્‍તારની શાળાઓમાં શિક્ષકોની ભરતી યોગ્‍ય તાલીમ પામેલા શિક્ષકો જેના દ્વારા બાળકોને સાચી માર્ગદર્શન મળી રહે દરેક ધોરણમાં વિદ્યાર્થીઓ માટે કળા ખેલ કુદ અને ચિત્રકામ ફરજિયાત બનાવવામાં આવ્‍યું છે એ એલ આઈ ના માધ્‍યમથી વિષય અને કલાત્‍મક રીતે રજૂ કરતા માસ્‍ટર બોર્ડ વગેરે દ્વારા શીખવાની પદ્ધતિ કે બાળકોમાં નવીન ઉત્‍સાહ અને શીખવા પ્રત્‍યે વિકસે કે ખૂબ જ જરૂરી છે વર્તમાન સ્‍થિતિ એવી છે કે નીતિ સ્‍તરે કળાની વિશિષ્ટ સ્‍થાન આપવામાં આવ્‍યું છે જો કળા શિક્ષણને યોગ્‍ય સ્‍તરે વ્‍યવસ્‍થિત બનાવવું હોય તો તાલીમ પામેલા શિક્ષકો બાળકોને સાચું માર્ગદર્શન આપી શકે તેમની ક્ષમતાઓને વિસ્‍તાર આપી શકે યોગ્‍ય શૈક્ષણિક સાધનો તેમજ બધા જ વિદ્યાર્થીઓને સમાન તકનો લાભ મળે એ પણ ખૂબ જ જરૂરી છે કળાશિક્ષણ ક્ષેત્રે ટેકનોલોજીને પણ ખૂબ જ માન્‍યતા આપી છે અને એ પણ જરૂરી છે.

કળાશિક્ષણ અને વૈશ્વિક દ્રષ્ટી

જેમ જેમ દુનિયા ગ્‍લોબલ વિલેજ બની રહી છે  તેમ તેમ કળા શિક્ષણમાં પણ વૈશ્વિક દ્રષ્ટિકોણનો સમાવેશ જરૂરી બની રહ્યો છે આજના બાળક પાસે વિશ્વભરની કલાઓનું જ્ઞાન હોવું ખૂબ જ જરૂરી છે જેથી કરીને તેમનામાં આંતરરાષ્‍ટ્રીયતાની ભાવના વિશે સહિષ્‍ણુતા અને એકતાની ભાવના વિશે જરૂરી માહિતી મળી રહે માત્ર આપણા ભારત દેશની કલા અને સંસ્‍કળતિને માન આપવું એ વૈશ્વિક દ્રષ્ટિ કહેવાય નહીં આંતરરાષ્‍ટ્રીયતાની ભાવના બાળકમાં કલ્‍પના શક્‍તિને વધુને વધુ તીવ્ર બનાવે છે અને બાળક પ્રગતિના પંથે આગળ વધી શકે છે જેમ કે બાળકને માત્ર આપણા ભારત દેશની સંસ્‍કળતિ, સભ્‍યતા, પરંપરા, રીતરિવાજો, સિદ્ધાંતો પરંપરાઓની જાણકારી તો હોય જ છે સાથે સાથે એશિયન ક્‍લાસિકલ પેન્‍ટિંગ અમેરિકન આફ્રિકન ટ્રાઇબલ આર યુરોપિયન દિશા પેન્‍ટિંગ વગેરે ની માહિતી બાળકને હશે તો નવું નવું શીખી શકશે અને તેમના વૈશ્વિકતા ની ભાવના વધશે જે ખૂબ જ જરૂરી છે ઉદાહરણ રૂપે જોઈએ તો  acca એ પણ આપણા ભારત દેશમાં થતા સી.એ કમ્‍પેરીઝનમાં અમેરિકન સી.એ લેવલનો કોર્સ ગણાય છે જેમના તરફ બાળકોને જાગળતતા લઈ આવી એ ખૂબ જ જરૂરી છે હમણાં તાજેતરના જ બનાવવામાં આપણા ભારત દેશમાંથી માત્ર ૧૭વર્ષની નાની એવી વયમાં ACCA કમ્‍પલેટ કરનાર વિદ્યાર્થીએ ગીનીશવર્લ્‍ડ રેકોર્ડમાં સ્‍થાન મેળવવી છે.

સારાંશમાં કળા કે સાંસ્‍કળતિક માધ્‍યમ છે જેના દ્વારા બાળકોમાં ભાષા, ધાર્મિક અને સાંસ્‍કળતિક ભેદને પાર કરીને વૈશ્વિકતાની ભાવના વિકસે જે ખરેખર તો તેમનામાં રહેલી વિચાર સહિષ્‍ણુતા ની ભાવનાને જવાબદાર છે જેના દ્વારા બાળક પોતાના અસ્‍તિત્‍વને ઓળખે છે અને ‘‘પોતાનાથી પોતાનો પરિચય કરાવે તે જ સાચી કળા''

(લેખ સંદર્ભઃ (૧) ‘‘કેળવણી બાય ધ મધર'' પ્રકાશક શ્રી અરવિંદ આશ્રમ પબ્‍લિકેશન, (૨) ‘‘શિક્ષણમાં માર્ગદર્શન અને સલાહ દર્શન'' દોશી પબ્‍લીકેશન, (૩) ‘‘વર્ક પ્‍લેસમાં ઈમોશનલ ઇન્‍ટેલિજન્‍સ'' લેખકઃ બી એન દસ્‍તુર, પરવીન પ્રકાશન, (૪) યુનેસ્‍કો ફ્રોમ ફ્રેમ વર્ક ફોર કલ્‍ચર એન્‍ડ આર્ટ એજ્‍યુકેશન 2006.https//www.unesco.org.in ,(૫) wilson b. 2010 ડિજિટલ આર્ટ એજ્‍યુકેશનhttps//www.oecd.org.in (૬) yakman g.2008. સ્‍ટીમ એજ્‍યુકેશન ફ્રેમ વર્ક https//www.scholar.Google.com)

:આલેખનઃ

ડો.મનીષા એચ. લાખાણી

પોરબંદર ફેમિલી કોર્ટના કાઉન્‍સિલર

(2:04 PM IST)