News of Tuesday, 12th August 2025
હોમસાયન્સ ભવનમાં મહિલા જાગળતિ શિબિર ‘અર્ન વ્હાઈલ લર્ન'યોજાઇ
ભવનનાં પ્રા.ડૉ.રેખાબા જાડેજા નું સુચારુ આયોજન : બાળ કલ્યાણ અધિકારી ડૉ. જનકસિંહ ગોહિલની ઉપસ્થિતિ

રાજકોટ : ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ‘નારી વંદન ઉત્સવ'સપ્તાહ અવસરે જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારીની કચેરી દ્વારા મહિલા જાગળતિ શિબિર ‘અર્ન વ્હાઈલ લર્ન' સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના હોમ સાયન્સ ભવનમાં યોજાઈ ગઈ.ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ૦૧ ઓગસ્ટ થી ૦૮ ઓગસ્ટ ‘નારી વંદન ઉત્સવ' સપ્તાહ ઉજવણી કરવામાં આવે છે જે અંતર્ગત જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી - રાજકોટ દ્વારા મહિલા કલ્યાણ દિવસની ઉજવણી નિમિત્તે ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિ. ગાંધીનગર દ્વારા પ્રેરિત મહિલા જાગળતિ શિબિર ‘અર્ન વ્હાઈલ લર્ન' હોમ સાયન્સ વિભાગ - સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે યોજાઈ આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડૉ. ઉત્પલ જોશી જિલ્લા મહિલા અને બાળ અધિકારી ડો. જનકસિંહ ગોહિલ, મેનેજર જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, એમ.કે. લાડાણી અને ડાયરેક્ટર પવનકુમાર ગોર અને હોમસાયન્સ ભવનના અધ્યક્ષ ડો.એચ.ડી.જોશી ઉપસ્થિત રહ્યા હતા.
(4:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
