<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 12th August 2025

દેવાયત ખવડ ફરી વિવાદમાં ? અમદાવાદના યુવકને તાલાળાના ચિત્રોડ ગામ પાસે માર માર્યાનો આક્ષેપ

ડાયરાના રૂપિયાની લેતી દેતીના પ્રશ્ને માથાકૂટ થઈ હોવાની ચર્ચા : પોલીસ ફરિયાદની તજવીજ

રાજકોટ તા.૧૨:લોક ડાયરા ના કલાકાર દેવાયત ખવડ ફરી વિવાદમાં આવ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે અમદાવાદના યુવકને તાલાળાના ચિત્રોડ ગામ પાસે માર માર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે

ડાયરાના રૂપિયાની લેતી દેતીના પ્રશ્ને માથાકૂટ થઈ હોવાની ચર્ચા છે પોલીસ ફરિયાદની તજવીજ હાથ ધરવામાં આવી છે.

       પ્રાપ્ત માહિતી મુજબ અમદાવાદના ધ્રુવરાજસિંહ તાલાળાના ચિત્રોડ ગામેથી પોતાની કાર લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે દેવાયત ખવડે તેની ઉપર હુમલો કરીને કાર ઉપર તોડફોડ કરી હોવાનું જણાવ્યું છે ધ્રુવરાજસિંહ ને ઈજા થતા પ્રથમ તાલાળા અને ત્યારબાદ વધુ સારવાર માટે જૂનાગઢ ખસેડવામાં આવેલ છે ઈજાગ્રસ્ત યુવક દ્વારા ફરિયાદની તજવીજ હાથ ધરવામાં આવી છે વધુ વિગતો મેળવવી રહી છે.

(4:39 PM IST)