News of Tuesday, 12th August 2025
વિવાદ વધતા ગુજરાત યુનિવર્સિટીએ, ભાડે આપેલ ગ્રાઉન્ડ પરત લઈ લીધું
રાધે એન્ટરપ્રાઇઝે ભાડે મેળવેલ જગ્યા પર ફૂડ કોર્ટ માટે કન્સ્ટ્રક્શન શરૂ કર્યું હતું

અમદાવાદ : ગુજરાત યુનિવર્સિટી વધુ એકવાર વિવાદમાં સપડાઈ છે. ગુજરાત યુનિવર્સિટીના કર્તાહર્તાઓએ અંધજન મંડળ પાસેનુ એક ગ્રાઉન્ડ ખાનગી કંપનીને પધરાવી દીધુ હતું. વિવાદ વધતા યુનિવર્સિટીએ, ભાડે આપેલ ગ્રાઉન્ડ પરત લઈ લીધું. ભાડે આપેલ જગ્યામાં કોઇપણ પ્રકારનું કન્સ્ટ્રક્શન કામ કરવાનું ના હતું. આમ છતા, રાધે એન્ટરપ્રાઇઝે ભાડે મેળવેલ જગ્યા પર ફૂડ કોર્ટ માટે કન્સ્ટ્રક્શન શરૂ કર્યું હતું.
રેન્ટ એગ્રીમેન્ટ રદ્દ કરવા મામલે ગુજરાત યુનિ. ના કુલપતિ ડૉ નિરજા ગુપ્તાનું નિવેદન સામે આવ્યું છે. તેમણે સમગ્ર ઘટનાનો બચાવ કરતા હોય તે પ્રકારે કહ્યું કે, કામ શરૂ થયાનું ધ્યાને આવતા ગ્રાઉન્ડ ભાડે આપવાનું રદ કરી દેવાયું છે . અગાઉ EC બેઠકમાં નિર્ણય કરાયો હતો કે ટેન્ડર પ્રક્રિયા કરી કોઈને જગ્યા આપવી નહીં. અગાઉ આ જગ્યા તિબેટીયન માર્કેટ અને ટુરિઝમ ડિપાર્ટમેન્ટને અપાઈ હતી. યુનિવર્સિટીની માલિકી હોય ત્યારે ગ્રાઉન્ડ ભાડે આપવામાં ટેન્ડર પ્રક્રિયા હોતી નથી
(7:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
