તા. ૧૯ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક વદ – ૧૪ બુધવાર
News of Tuesday, 12th August 2025
અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ગાય અને ભેંસોની ચોરી
અમદાવાદમાં પશુચોરીનો ચોંકાવનારો કિસ્સો ઃઆરોપીઓની ધરપકડ બાદ સામે આવ્યું કે તેઓ પશુઓની ચોરી કરીને કતલખાનામાં તેને વેચી આવતા હતા

અમદાવાદ, તા.૧૨
અમદાવાદઃ શહેરના પૂર્વ અમદાવાદમાં મોડી રાતે રોડ પર ફરતી ગાયો અને ભેંસોની ચોરી થવાના કિસ્સાઓ સામે આવવા લાગ્યા છે. ત્યારે આવા કિસ્સાઓને રોકવા માટે થઈને સ્થાનિક પોલીસ દ્વારા પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે. જેના પગલે ગત મોડી રાતે રામોલ વિસ્તારમાં ઢોરની ચોરી કરતી એક ટોળકીના ચાર શખ્સોની રામોલ પોલીસે ધરપકડ કરી છે. વધુમાં ઝડપાયેલા ચારેય આરોપીઓ વિરુદ્ધ મહેસાણા, કલોલ અને બાવળા પોલીસ મથકે અનેક ગુના પણ અગાઉ નોંધાઈ ચૂક્યા છે.રામોલ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહેલી પોલીસને એક શંકાસ્પદ ફોર વ્હીલર દેખાતા પોલીસની ટીમે વાહન ચાલકને ગાડી ઊભી રાખવાનું જણાવ્યું હતું. પરંતુ ફોર વ્હીલર ચાલકે ગાડી નહીં રોકીને સ્પીડમાં હંકારી મૂકી હતી. આ સમયે રામોલ પોલીસે ગાડીનો પીછો કર્યો હતો. જો કે કમનસીબે આગળ જતાં ઢોર ચોરવા આવેલી ગેંગની જે ફોર વ્હીલરમાં સવાર હતી તેનું પંચર થતાં ગાડી ઊભી રાખવાનો નોબત આવી હતી.ગાડી ઊભી રહેતા જ ગાડીમાં સવાર ચારેય શખ્સો ભાગવા લાગ્યા હતા. પરંતુ રામોલ પોલીસે આરોપીઓનો પીછો કરીને ચારેય આરોપીને ઝડપી પાડ્યા હતા. ઝડપાયેલા ચારેય આરોપીની સઘન પૂછપરછ કરતા હકીકત જાણવા મળી કે રાત્રિના સમયે રોડ પર ફરતી ગાયોની ચોરી કરીને કતલખાને લઈ જવા માટે ફરી રહ્યા હતા. ત્યારબાદ પોલીસે ગાડીની તપાસ કરતા તેમાંથી ૧૦ જેટલા દોરડા, એક ધારદાર છરો તથા પ્લાસ્ટિકના કોથળા સહિત કુલ રૃપિયા ૩ લાખનો મુદ્દામાલ કબજે કરીને કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
ઉલ્લેખનીય છે કે, રામોલમાં ઢોર ચોરી કરતી ટોળકીને ઝડપી લેતા પૂછપરછમાં ખુલાસો થયો છે કે આરોપીઓ ફોરવ્હીલરની સાચી નંબર પ્લેટ કાઢી નાંખીને અન્ય કોઈ ટુ-વ્હીલરના નંબરનો ઉપયોગ કરીને નંબર પ્લેટ બનાવીને ગાડીમાં ફીટ કરીને ઢોર ચોરી કરવા માટે નીકળતા હતા. સમગ્ર મામલે હાલ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને આ કેસમાં વધુ ચોંકાવનારા ખુલાસાઓ સામે આવે તેવી શક્યતા સેવાઈ રહી છે.
(10:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
