<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 12th August 2025

ગુજરાત હાઈકોર્ટમાં ભૂપેન્દ્ર ઝાલાની જામીન અરજી પર સુનાવણી પૂર્ણ : ચુકાદો અનામત રાખ્યો

અગાઉ ટ્રાયલ કોર્ટે ભૂપેન્દ્ર ઝાલાની જામીન અરજી ફગાવી દીધી હતી

અમદાવાદ : બી.ઝેડ. પોન્ઝી સ્કીમ કૌભાંડના મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલાની જામીન અરજી પર ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી પૂર્ણ થઈ ગઈ છે. આ કૌભાંડમાં હજારો રોકાણકારોના પૈસા ફસાઈ ગયા છે. અગાઉ ટ્રાયલ કોર્ટે ભૂપેન્દ્ર ઝાલાની જામીન અરજી ફગાવી દીધી હતી, જેના કારણે તેણે હાઈકોર્ટમાં અરજી કરી હતી. હાઈકોર્ટમાં થયેલી સુનાવણી દરમિયાન ઝાલાના વકીલે અનોખો તર્ક રજૂ કર્યો હતો. તેણે જણાવ્યું કે જો ભૂપેન્દ્ર ઝાલાને જેલમુક્ત કરવામાં આવે તો તે રોકાણકારોના પૈસા ચૂકવવા માટે પ્રયાસ કરી શકે છે. હાઈકોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ ચુકાદો અનામત રાખ્યો છે.

 


 

(11:47 PM IST)