News of Wednesday, 13th August 2025
ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ (અમુલ )ના નિયામક મંડળની ચૂંટણી જાહેર
13 બેઠકો માટે 10 સપ્ટેમબરે ચૂંટણી : 20 ઓગસ્ટથી 28 ઓગસ્ટ દરમિયાન ચૂંટણી માટે ફોર્મ ભરી શકાશે: 1210 મતદારોની નવી યાદી જાહેર

ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ (અમુલ)ના નિયામક મંડળની ચૂંટણી જાહેર કરાઈ છે 13 બેઠકો માટે 10 સપ્ટેમબરે ચૂંટણી યોજાશે આગામી 20 ઓગસ્ટથી 28 ઓગસ્ટ દરમિયાન ચૂંટણી માટે ફોર્મ ભરી શકાશે
અમુલ ડેરી (ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ) ની ચૂંટણીનો ધમધમાટ શરૂ થયો છે. અમૂલ ડેરીની ચૂંટણી માટે આખરી મતદાર યાદી જાહેર કરાઈ છે. અગાઉ 1195 જેટલા મતદારોની કાચી યાદી તૈયાર કરાઈ હતી. વાંધા અને સૂચનો સાંભળ્યા બાદ ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારી દ્વારા હવે 1210 મતદારોની નવી યાદી જાહેર કરાઈ છે. ચૂંટણીમાં મહિલાઓ માટે 2 બેઠક અનામત રાખવામાં આવી છે આથી, પહેલી વખત નિયામક મંડળમાં મહિલાઓને સ્થાન મળશે. આણંદના ભાજપ જિલ્લા પ્રમુખ સંજય પટેલે તમામ બેઠક જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
ધનીય છે કે, મહિલા માટે 2 બેઠકો અનામત રખાઈ હોવાથી અમૂલમાં નિયામક મંડળમાં પહેલી વખત મહિલાઓને સ્થાન મળશે. પેટલાદ અને ઠાસરા બેઠક મહિલા ઉમેદવાર માટે અનામત રખાઈ છે. આવતીકાલે ચૂંટણી અંગેનું સત્તાવાર જાહેરનામું પ્રસિધ્ધ થઈ શકે છે. બીજી તરફ ચૂંટણી પહેલા જ આણંદનાં BJP જિલ્લા પ્રમુખ સંજય પટેલે તમામ બેઠક જીતવાનો દ્રઢ વિશ્વાસ વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે, ચૂંટણીમાં અમે તમામ 13 બેઠકો જીતીશું. કોંગ્રેસને ચૂંટણીમાં એકપણ બેઠક નહીં મળે.
(12:41 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
