News of Wednesday, 13th August 2025
અમદાવાદના નહેરુનગરમાં અકસ્માત સર્જનાર આરોપીને માર મારનારા સામે પોલીસ ફરિયાદ
ચાર શખ્સો સામે આરોપીને માર મારવા બદલ ગુનો નોંધાયો

અમદાવાદ: નહેરુનગર વિસ્તારમાં અકસ્માત સર્જનાર આરોપી રોહનને માર મારનાર સામે હવે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. કારંજ પોલીસ સ્ટેશનમાં PSI દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે. મૃતકના પરિવારજનોએ આરોપી રોહનને કોર્ટમાં રજૂ કરતી વખતે હુમલો કર્યો હતો. આ મામલામાં ચાર શખ્સો સામે આરોપીને માર મારવા બદલ ગુનો નોંધાયો છે. કારંજ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
(1:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
