News of Wednesday, 13th August 2025
સાંઇબાબા મંદિર ગાંધીનગર ખાતે યજ્ઞોપવિત બદલાવવાનો કાર્યક્રમ યોજાયો

જામનગરઃ શિરડી સાંઇબાબા મંદિર ગાંધીનગર ખાતે દરેક તહેવારોને અનુલક્ષી કાર્યક્રમો, જાહેર જનતાના આરોગ્ય લક્ષી કાર્યક્રમો, વિદ્યાર્થીઓના સન્માનના કાર્યક્રમો યોજવામાં આવતા હોય છે. તેવી રીતે આ વર્ષે પણ રક્ષાબંધનના રોજ જામનગર શહેરમાં રહેતા સર્વ ભૂદેવો તેમજ અન્ય જ્ઞાતિના જનોઈધારી લોકો માટે જનોઈ બદલાવવાનો કાર્યક્રમ રક્ષાબંધનના રોજ રાખવામાં આવેલ આવ્યો હતો.
આ કાર્યક્રમમાં મચ્છરનગર, ગાંધીનગર, શાંતિનગર તેમજ શહેરભરમાંથી બહોળી સંખ્યામાં લોકો જોડાયા હતા. પૂજાપો-જનોઈ મંદિર તરફથી આપવામાં આવ્યા હતા. કાર્યક્રમ પૂર્ણ થયે યજ્ઞોપવિત બદલાવવા આવેલ બ્રાહ્મણો માટે ભોજનનું આયોજન રાખવામાં આવેલ હતું. તેમ સંસ્થાના પ્રમુખ કનકસિંહ જાડેજાની યાદીમાં જણાવાયું છે.
(2:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
