News of Wednesday, 13th August 2025
ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને જન્માષ્ટમી જેલમાં જ ઉજવવી પડશે: 28મીએ વધુ સુનાવણી થશે
ફરિયાદીના વકીલે વધુ સમય માંગતા કોર્ટે સુનાવણીની તારીખ લંબાવી

ડેડીયાપાડામાં લાફાકાંડ મામલે ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને જન્માષ્ટમી જેલમાં જ ઉજવવી પડશે. ગુજરાત હાઈકોર્ટમાં તેમની જામીન અરજી પરની સુનાવણી ફરી એકવાર મોકૂફ રાખવામાં આવી છે. આ સુનાવણી હવે 28 ઓગસ્ટે હાથ ધરાશે. ડેડીયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા પર નર્મદા પ્રાંત ઓફિસમાં તોડફોડ, મારામારી અને ધમકી આપવાનો આરોપ છે. આ કેસમાં તેઓ અત્યારે જેલમાં છે. આજે સુનાવણી દરમિયાન, ફરિયાદીના વકીલે વધુ સમય માંગતા કોર્ટે સુનાવણીની તારીખ લંબાવી છે. પરિણામે, વસાવાએ જન્માષ્ટમીનો તહેવાર જેલમાં જ વિતાવવો પડશે.
5 જુલાઈના રોજ ચૈતર વસાવાએ તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવાને લાફો માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. અને સાગબારા તાલુકા પંચાયત ના પ્રમુખ ચંપાબેન વસાવાને અપશબ્દો બોલ્યા હોવાનો આક્ષેપ કર્યો છે. ત્યારબાદ હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો. ધારાસભ્ય ચૈતર વસાવા વિરુદ્ધ ડેડીયાપાડા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાતા ધરપકડ કરવામાં આવી છે. હવે લાફાકાંડ મામલે ચૈતર વસાવાને જન્માષ્ટમી જેલમાં જ ઉજવવી પડશે. ગુજરાત હાઇકોર્ટમાં ચૈતર વસવાની હાઇકોર્ટમાં કરેલી જામીન અરજી ઉપર સુનાવણી ફરી મોકૂફ રખાઇ છે.
ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સાથે સંકળાયેલા લાફકાંડ કેસમાં સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. આ કેસના મુખ્ય ફરિયાદી સંજય વસાવાએ ચોંકાવનારું નિવેદન આપ્યું છે કે, જો ચૈતર વસાવા જાહેરમાં માફી માંગે તો તેઓ કેસ પરત ખેંચવા તૈયાર છે. હાલમાં ચૈતર વસાવા આ કેસમાં વડોદરાની જેલમાં બંધ છે. સંજય વસાવાએ જણાવ્યું કે, જો ચૈતર વસાવા ડેડીયાપાડાના બિરસા મુંડા ચોકમાં આવીને જાહેરમાં માફી માંગે, તો હું તેમને માફ કરવા તૈયાર છું અને કેસ પાછો ખેંચી લઈશ. તેમણે વધુમાં ઉમેર્યું કે, ચૈતર વસાવાએ સમાજના આગેવાનો અને મહિલાઓની હાજરીમાં માફી માંગવી પડશે. આ નિવેદન રાજકીય અને સામાજિક વર્તુળોમાં ભારે ચર્ચાનો વિષય બન્યું છે.
એક તરફ ચૈતર વસાવા જેલમાં છે, ત્યારે ફરિયાદી દ્વારા મૂકવામાં આવેલી આ શરત શું કેસના સમાધાનનો માર્ગ મોકળો કરશે કે કેમ તે જોવું રહ્યું. ચૈતર વસાવા આ શરત સ્વીકારશે કે કેમ તે પણ એક મોટો પ્રશ્ન છે. આ ઘટના બાદ હવે સમગ્ર કેસ એક નવા વળાંક પર આવી હયો છે. શું સમાજના દબાણ હેઠળ કે અન્ય કોઈ કારણોસર આ સમાધાનની શક્યતા ઉભી થઇ છે તે આગામી સમયમાં સ્પષ્ટ થશે
(6:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
