<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 13th August 2025

ડભોઇ તાલુકાના બનૈયા ગામ નજીક ઢાઢર નદીમાં તણાઈ ગયેલ યુવકનો ચોથા દિવસે મૃતદેહ મળ્યો

રવિવારે નદીમાં લાપતા થયેલા યુવાનનું મૃતદેહ અજીતપુર પોર પાસેથી મળી આવ્યો

વડોદરા : વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકામાં ઢાઢર નદીમાં લાપતા બનેલા યુવાનની ચોથા દિવસે લાશ મળી આવી છે. ડભોઇ તાલુકાના બનૈયા ગામ નજીક ઢાઢર નદીમાં યુવાન ડૂબ્યો હતો. 47 વર્ષીય યુવાન ઢાઢર નદીમાં નાહવા જતા લાપતા થયો હતો . બનાવની જાણ થતા વડોદરા ફાયર વિભાગની મદદથી શોધખોળ હાથ ધરાઈ હતી. ફાયરની બે ટીમ જુદી જુદી દિશામાં શોધખોળ કરી રહી હતી આ દરમિયાન રવિવારે નદીમાં લાપતા થયેલા યુવાનનું મૃતદેહ અજીતપુર પોર પાસેથી મળી આવ્યો  છે 

(8:23 PM IST)