તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 13th August 2025
ગુજરાત યુનિ.એ બી કોમ સેમેસ્ટર4ના વિદ્યાર્થીઓના ક્ષતિયુક્ત પરિણામો વેબસાઈટ મારફતે જાહેર કર્યા
15 હજાર વિદ્યાર્થીઓના ખોટા પરિણામ વેબસાઈટ પર ચડાવી દીધા :પરિણામમાં ક્ષતિ જણાતા તાત્કાલિક હટાવાયા.

ગુજરાત યુનિવર્સિટીના પરીક્ષા વિભાગનો છબરડો સામે આવ્યો છે. બી કોમ સેમેસ્ટર 4ના 15 હજાર વિદ્યાર્થીઓના ખોટા પરિણામ વેબસાઈટ પર ચડાવી દીધા હતા. બી કોમ સેમેસ્ટર 4ના પરિણામમાં ક્ષતિ જણાતા તાત્કાલિક હટાવાયા હતા આ જાહેર કરાયેલ પરિણામમાં વિદ્યાર્થીઓના ઓરિજનલ માર્કસના બદલે ખોટા માર્કસ અપલોડ થયા હતા. પાસ વિદ્યાર્થીઓને નાપાસ દર્શાવવામાં આવ્યા હતા. પરીક્ષા વિભાગના ધ્યાને આવતા તમામ 15 હજારના પરિણામ વેબસાઈટ પરથી હટાવી લીધા. આવતીકાલ સુધીમાં સુધારેલ પરિણામ ફરીવાર યુનિવર્સિટી વેબસાઈટ પર મૂકશે.
(8:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
