<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 13th August 2025

બનાસકાંઠા જિલ્લામાં ફરી એકવાર લમ્પી વાયરસે માથું ઉચક્યું: પાલનપુર તાલુકાના ત્રણ ગામના પશુઓમાં વાયરસની અસર

ભુતેડી, ચંડીસર અને ચડોતર ગામના પશુઓમાં લમ્પી વાયરસની અસર: પશુપાલકોએ તંત્રને રોગ ફેલાય એ પહેલાં નિયંત્રણ માટે પગલાં લેવા રજૂઆત કરી

બનાસકાંઠા જિલ્લામાં ફરી એકવાર લમ્પી વાયરસે માથું ઉચક્યું છે. પાલનપુર તાલુકાના ભુતેડી, ચંડીસર અને ચડોતર ગામના પશુઓમાં લમ્પી વાયરસની અસર જોવા મળી છે. ત્રણ ગામમાં અંદાજિત નવ પશુઓમાં લમ્પી વાયરસની અસર જોવા મળી છે…જેના કારણે પશુપાલકોમાં ભયનો માહોલ જોવા છે. 

 મહત્વનું છે, કે વર્ષ 2022નાં લમ્પી વાયરસના કારણે હજારો પશુઓના મોત થયા હતા અને પશુપાલકોને આર્થિક નુકસાન પણ થયું હતું. તો પશુપાલકોએ તંત્રને રોગ ફેલાય એ પહેલાં નિયંત્રણ માટે પગલાં લેવા રજૂઆત કરી છે.

(8:25 PM IST)