<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 13th August 2025

ગુજરાતમાં કાલથી મેઘરાજા લોકમેળાની મોજ માનવા આવશે : એક સાથે ચાર-ચાર સિસ્ટમ સક્રિય: હવામાન વિભાગની આગાહી

આગામી છ દિવસ સુધી રાજયના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ પડી શકે: જાણો ક્યાં દિવસે ક્યાં જિલ્લામાં વરસાદ ખાબકશે

અમદાવાદ :ગુજરાત હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્ર તરફથી આગામી સાત દિવસની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ પ્રમાણે 14 ઓગસ્ટથી 19 તારીખ સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગ પ્રમાણે રાજ્યમાં ચાર વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. જેના કારણે વરસાદમાં તીવ્રતા આવશે

  હવામાન વિભાગે કહ્યું કે બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ, કચ્છ પર અપર એર સાક્લોનિક સર્ક્યુલેશન, પૂર્વ પશ્ચિમ મોન્સૂન ટ્રફ સહિત ચાર સિસ્ટમ સક્રિય છે. આ સિસ્ટમને કારણે ગુજરાતમાં વરસાદ પડવાની સંભાવના વધી ગઈ છે.  

   હવામાન વિભાગે જણાવ્યું કે 14 ઓગસ્ટે અરવલ્લી, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, સુરત, ભરૂચ, ડાંગ, વલસાદ જિલ્લામાં વરસાદ પડી શકે છે. જ્યારે 15 ઓગસ્ટે પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, બનાસકાંઠા, અમદાવાદ, અરવલ્લી, ખેડા, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, સુરત, ડાંગ તાપી જેવા જિલ્લામાં છૂટાછવાયા સ્થળે ભારે વરસાદની સંભાવના છે.

ગુજરાતમાં 16 ઓગસ્ટે જન્માષ્ટમીના દિવસે સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં વરસાદની સંભાવના છે. 17 ઓગસ્ટે સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, ભાવનગર, અમરેલી, બનાસકાંઠા, સાબરકાંઠા, મહીસાગર, આણંદ, ભરૂચ, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા અને સુરત સહિત વલસાડ જિલ્લામાં વરસાદની આગાહી છે.

18 ઓગસ્ટે વરસાદની તીવ્રતા વધી શકે છે. આ દિવસે અમરેલી, ભાવનગર, બોટાદ, ગીર સોમનાથ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, ભરૂચ, દાહોદ, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી અને વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે 

હવામાન વિભાગે જણાવ્યું કે 19 ઓગસ્ટથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર વધી શકે છે. 19 તારીખે જૂનાગઢ, રાજકોટ, સુરેન્દ્રનગર, ગીર સોમનાથ, અમરેલી, બોટાદ, ભાવનગર, અમદાવાદ, ખેડા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, ભરૂચ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાદ જિલ્લામાં વરસાદ પડી શકે છે.  

(9:50 PM IST)