<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 14th August 2025

સોલા સાયન્સ સિટી ખાતે મારામારીની ઘટનામાં બોડકદેવ પોલીસ સ્ટેશનમાં આખરે નોંધાઈ ફરિયાદ

વિક્રમ દેસાઈ, ફૂલા ભાઈ રબારી ઉપરાંત 3 અજાણ્યા ઇસમ સામે નોંધાઈ ફરિયાદ: 3 કરોડ લેવાના બાકી હોવાનું કહીને આરોપીઓએ ફરિયાદી અને તેના મિત્રોને માર્યો

અમદાવાદના સોલા સાયન્સ સિટી ખાતે મારામારીની ઘટનામાં બોડકદેવ પોલીસ સ્ટેશનમાં આખરે ફરિયાદ નોંધાઈ છે જેમાં વિક્રમ દેસાઈ, ફૂલા ભાઈ રબારી ઉપરાંત 3 અજાણ્યા શખ્શો સામે  ફરિયાદ નોંધાઈ છે. 3 કરોડ લેવાના બાકી હોવાનું કહીને  આરોપીઓએ ફરિયાદી અને તેના મિત્રોને માર્યો માર હતો. તીક્ષ્ણ હથિયાર વડે કરાયેલા હુમલામાં 2 વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થવા પામી હતી. આરોપીઓએ ભેગા મળી ફરિયાદીની ઓફિસમાં મારઝૂડ કરી હતી 


 

(12:20 AM IST)