<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 14th August 2025

દિલ્હી ખાતે ૧૫ મી ઓગસ્ટ રાષ્ટ્રીય સ્વાતંત્ર્ય દિવસ ની ઉજવણીમાં લાલ કિલ્લા ખાતે કચ્છના ભીમાસર ગામના મહિલા સરપંચ બનશે વિશેષ મહેમાન

અનેક એવોર્ડ્સ મેળવેલ ભીમાસર,-તા- અંજાર (કચ્છ, ગુજરાત)ની ગામની ગૌરવપૂર્ણ ક્ષણ- રાષ્ટ્રીય બહુમાન : ભારત સરકાર દ્વારા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત દેશમાં સ્વચ્છતા બાબતે સારી કામગીરી કરી

 (વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૪ : કચ્છના ભીમાસર ગામ માટે ગૌરવની ઘડી સમાન ભારત સરકાર દ્વારા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત દેશમાં સ્વચ્છતા બાબતે સારી કામગીરી કરનાર પંચાયતોને ૧૫ મી ઓગસ્ટ ૨૦૨૫ના સ્વાતંત્ર્યદિન અવસર પર ભારત દેશની ઉતકૃષ્ટ કામગીરી કરનાર કુલ ૯૭ ગ્રામપંચાયતને વડાપ્રધાનશ્રીના કાર્યક્રમમાં આમંત્રિત કરવામાં આવેલ છે જેમાં ગુજરાત રાજ્યની ૩ ગ્રામપંચાયતને સ્થાન મળ્યું છે. જેમાં કચ્છ જિલ્લામાંથી એક માત્ર ભીમાસર ગ્રામ  પંચાયતને  ભારત સરકારના સ્વચ્છ ભારત  મિશન ગ્રામીણ - જળ શક્તિ મંત્રાલય દ્વારા ભીમાસર ગ્રામપંચાયતને નોમિનેટ કરવામાં આવેલ છે. આ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં કેન્દ્ર સરકાર તરફથી વડાપ્રધાનશ્રીના કાર્યક્રમમાં  ભીમાસર પંચાયતના સરપંચશ્રીને ત્યાં આમંત્રિત મહેમાન તરીકે રાષ્ટ્રીય બહુમાન મળેલ છે. જે આપણા ગામ માટે ગૌરવની ક્ષણ છે.  

 

     ગુજરાતના કચ્છમાં આવેલું પ્રગતિશીલ ગામ ભીમાસર ગ્રામીણ વિકાસનું એક મોડેલ તરીકે ગર્વથી ઊભું છે. ગામમાં જાહેર પુસ્તકાલય, પીએચસી સેન્ટર, તમામ સમાજોના ભવનો, ભારત મોટા મંદિર, કોમ્યુનિટી હૉલ, ૧૨ તળાવો , ક્રિકેટ ગ્રાઉન્ડ પોસ્ટ ઓફિસ, બેંક, ગૌશાળા અને પ્રાથમિકથી ઉચ્ચતર માધ્યમિક સુધીની શાળાઓ છે. સુવ્યવસ્થિત રસ્તાઓ અને ગ્રીન ભીમાસર પ્રોજેક્ટમાં વૃક્ષારોપણ જેવી હરિયાળી પહેલ સાથે, ભીમાસર પર્યાવરણીય ટકાઉપણાને સક્રિયપણે પ્રોત્સાહન આપે છે. ગામને તેની શ્રેષ્ઠતા માટે 13 પ્રતિષ્ઠિત પુરસ્કારો મળ્યા છે. અમે શિક્ષણ, સ્વચ્છતા અને ડિજિટલ વિકાસ પર ભાર મૂકીએ છીએ. અમારા સમુદાયે આપણા પર્યાવરણને વધારવા માટે પ્રતિ ઘર 10 વૃક્ષો વાવવાની નવી પહેલ કરી છે. અને 200 એકર ગૌચર જમીનને વ્રજભૂમિ ફાર્મ તરીકે વિકસાવવામાં આવી છે, જ્યાં તળાવના પાણીમાંથી ગામની ગાયો માટે ઘાસનું ઉત્પાદન થાય છે, જેમાંથી ગાયોનું પોષણ અને ગ્રામજનોને આ ગૌચર જમીનમાંથી રોજગાર મળે છે. ટપક સિંચાઈ પાણીની સુવિધા સાથે આ ગૌચર જમીનમાં 10,000 થી વધુ વૃક્ષો વાવ્યા છે. ગૌચર જમીન ઓળખવા અને ભવિષ્યમાં ગેરકાયદેસર દબાણથી સુરક્ષિત કરવા માટે, રેલ્વે પિલર જેવા આરસીસી થાંભલા બનાવીને ગૌચર જમીનને સુરક્ષિત કરી છે. છેલ્લા ૩ વર્ષમાં, ગ્રામ પંચાયતે પીપીપી મોડ દ્વારા ૬ નવા તળાવો વિકસાવ્યા છે,અને ૪ વર્તમાન તળાવોને ઊંડા કર્યા છે. બધા નવા તળાવો જીવંત અને પર્યાવરણીય લાભો માટે ખૂબ ઉપયોગી છે. અમારું ભીમાસર ખરેખર એક સ્માર્ટ અને આત્મનિર્ભર ગામ છે, જે વિકસિત અને ટકાઉ ભારતના વિઝનને પ્રતિબિંબિત કરે છે.

 ¤ ભીમાસર ગામને તેના ઉત્કૃષ્ટ વિકાસ, સુશાસન અને સામુદાયિક પ્રયાસોની માન્યતામાં 13 પ્રતિષ્ઠિત પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા છે. જે નીચે મુજબ છે:

1. સમરસ ગ્રામ પંચાયત એવોર્ડ    (ગુજરાત સરકાર )

2. નિર્મળ ગ્રામ પુરસ્કાર             ( ભારત સરકાર- મહામહીમ,રાષ્ટ્રપતિશ્રી પ્રતિભાદેવી  )

3. સ્વર્ણિમ ગ્રામ પુરસ્કાર            ( ગુજરાત સરકાર )

4. શ્રેષ્ઠ ગ્રામ પંચાયત           ( ગુજરાત સરકાર )

5. મહિલા પાણી સમિતિ એવોર્ડ     (ગુજરાત સરકાર )

6. સ્વચ્છ ગ્રામ પુરસ્કાર             (ગુજરાત સરકાર )

7. સુશાસન પંચાયત એવોર્ડ         (કચ્છ નવનિર્માણ અભિયાન  )

8. શ્રેષ્ઠ V.C.E એવોર્ડ                  ( નાયબ કલેકટર અંજાર )

9. 100% કોવિડ રસીકરણ માન્યતા  (ગુજરાત સરકાર)

10. ગુજરાત પોષણ અભિયાન એવોર્ડ (કચ્છ જિલ્લા પંચાયત )

11. પંડિત દીનદયાળ પંચાયતી રાજ સશક્તીકરણ રાષ્ટ્રીય પુરસ્કાર(ગુજરાત સરકાર-૨૦૨૩

12. સ્માર્ટ વિલેજ એવોર્ડ              (ગુજરાત સરકાર)

13. CAG ઓડિટર ઓફ ઇન્ડિયા     ( ભારત સરકાર)

આ સિદ્ધિઓ સ્વચ્છતા, સુશાસન, આરોગ્ય, પોષણ અને ડિજિટલ ટ્રાન્સફોર્મેશનમાં શ્રેષ્ઠતા માટે ભીમાસર ગ્રામ પંચાયતની પ્રતિબદ્ધતાને દર્શાવે છે. " ભીમાસર ગામમાં વિશ્વ બેંક ટીમ, નેપાળના પ્રધાનમંત્રી તેમજ અન્ય ડેલીગેટસ્  રાજકીય સામાજિક તેમજ ધાર્મિક  મહાનુભાવોને માનનીય મહેમાનો તરીકે ગર્વથી ભીમાસર ગામમાં આવકારવામાં આવ્યા છે."

            ભીમાસર ગામના સરપંચશ્રીને ૧૫ મી ઓગસ્ટ ૨૦૨૫ સ્વતંત્રતા દિવસે ભારત સરકારના મંત્રાલય દ્વારા આમંત્રણ મળ્યું તે બદલ સરપંચને અભિનંદન વર્ષા થઇ  રહી છે. આ કામગીરીમાં  સહકાર આપનાર તમામ  ગ્રામજનો, ગ્રામપંચાયતના સભ્યશ્રીઓ તથા ટીમ તથા મા. ભારત સરકાર મંત્રાલય. ગુજરાત સરકાર તેમજ જિલ્લા વિકાશ અધિકારી ઉત્સવ ગૌતમ , જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ભુજ ના નિયામક સાહેબ,નિકુંજ પરીખ તથા તેમની ટીમ, તાલુકા વિકાશ અધિકારીશ્રી અંજાર.પાયલબેન ચૌધરી અને તાલુકા પંચાયત ની તમામ શાખાઓ નો કર્મયોગી સ્ટાફ, અંજાર પોલીસ ઇન્સ્પેકટર અજયસિંહ ગોહિલ સાહેબ, અંજાર ધારાસભ્યશ્રી ત્રીકમભાઈ છાગા સાહેબ , તલાટી સહમંત્રી  મોતીભાઈ ડાંગર સહિતના તમામ સરકારી અધિકારી શ્રીઑ અને પદાધિકારીઓ એ અભિનંદન પાઠવેલ છે. ભીમાસર ગામના તમામ આગેવાનો, હોદેદારોએ પણ ગામની સ્વચ્છતાની કામગીરીમાં તમામ સાથ સહકાર થી આ બહુમાન પ્રાપ્ત થયેલ છે જે બદલ કચ્છ કોંગ્રેસ પ્રમુખ અને ભિમાસરના પૂર્વ સરપંચ વી.કે.હુંબલ, બાબુભાઈ ભીમાભાઈ હુંબલ, પૂર્વ સરપંચ દિનેશ ભાઈ ડુંગરીયા , જિલ્લા પંચાયત સદસ્ય મંજુલાબેન ડાંગર, તાલુકા પંચાયત સદસ્ય કુંવરબેન હુંબલ, તાલુકા ભાજપ પ્રમુખ બી.એન.આહીર રવજીભાઈ મારાજ , ઘેલાભાઈ જરૂ, બાબુ ધમાં ડાંગર, બાબુ વેલજી હુંબલ, બાબુ વેલજી ડાંગર, ગગુ ધમ ડાંગર, માદા ભીમા, ગોવિંદભાઈ ગોગરા, જીવાભાઇ બાર, એસ.કે.હુંબલ, રવજીભાઈ કારોત્તરા, રમેશભાઈ ડુંગરિયા , ચંદ્રકાન્ત ડાંગર, રાજેશ ભીલ, બાબુ જુમા કોળી, મોંમાયા ડુંગરિયા , શંભુ કરશન ગોગરા, વીરેન્દ્ર હેઠવાડિયા , આત્મારામ ગામોટ, શંભુ વીરડા, મુકેશ મારંડ, બાબુભાઈ ભજનિક, નારણભાઈ ભજનિક, રાખ્યા ભાઈ, વાસણભાઈ હુંબલ, ગૌસેવા સમિતિ પ્રમુખ શંભુભાઈ હુંબલ, , શંકર પરમાર, ધીરજ પરમાર   સહિતના તમામ હોદેદારો, ગ્રામજનોએ આભાર અને અભિનંદન પાઠવીને ગામની એકતાને બિરદાવીને નોંધ લેવા બદલ સરકારનો આભાર માનેલ છે.

(9:32 AM IST)