તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Thursday, 14th August 2025
વીકએન્ડમાં ૩ દિવસની રજાને પગલે પ્રવાસન સ્થળો પર બૂકિંગ હાઉસફુલ
રાષ્ટ્રીય પર્વ ૧૫ ઓગસ્ટ, જન્માષ્ટમી અને રવિવારની સળંગ સરકારી રજાઓ

રાજકોટઃ રક્ષાબંધન શનિવારે અને રવિવારની રજા, બાદ શુક્રવાર, શનિવાર અને રવિવારની સળંગ ત્રણ સરકારી રજાઓ આવતી હોવાથી લોકોએ ત્રણ દિવસના ફરવાના પ્લાનિગ કરી લીધા છે. શાળાઓમાં પણ ત્રણ રજાઓના મીની વેકેશનને કારણે લોકોએ સંતાનો સાથે નજીકના હરવા-ફરવાના સ્થળે જવાની તૈયારીઓ કરી લીધી છે. મીની વેકેશનને લીધે અમદાવાદ આજુબાજુના પ્રવાસન સ્થળો ફુલ થઇ ગયા છે. હવે બુકિંગ પણ મળતા નથી. આબુ સહિત રાજસ્થાનના તમામ પ્રવાસન સ્થળોની હોટલો હાઉસફુલ થઈ ગઇ છે. આ મીની વેકેશનમાં લોકો ગોવા, મુંબઇ, દિલ્હી જેવા સ્થળે ફરવા જવાનું પ્લાનિગ કરતા હોવાથી એરલાઈન્સના ભાડાં પણ વધી ગયા છે.
વીકએન્ડમાં બે રજાઓની મજા માણી લીધા બાદ હવે ચાલુ સપ્તાહમાં પણ વીકએન્ડમાં મીની વેકેશન છે. શુક્રવારે ૧૫ ઓગસ્ટના રાષ્ટ્રીય પર્વની રજા ઓગસ્ટે રવિવારની રજા. આમ સળંગ ત્રણ રજાના સંયોગને લીધે લોકોએ ત્રણ દિવસના પ્રવાસ-પિક્રિક્રા આયોજન કરી દીધા છે.
પરિવારના સભ્યો કે મિત્રો સાથે નજીકના હરવાફરવાના સ્થળે જવાના આયોજન કરવામાં આવતાં સૌરાષ્ટ્ર- ગુજરાતના તો લગભગ તમામ પ્રવાસનો સ્થળો આ ત્રણ દિવસ માટે હાઉસફુલ થઈ ગયા છે.
પવિત્ર શ્રાવણ માસમાં લોકો ધાર્મિક યાત્રાઓ અને દેવદર્શન કરવા માટે જતા હોવાથી તુમ ધાર્મિક સ્થળની હોટલો અને ફુલ થઇ ગઇ છે.
ગુજરાતીઓ માટે હરવાફરવા માટે માનીતું ડેસ્ટિનેશનલ એટલે રાજસ્થાન. ેઆ મીની વેકેશનમાં રાજસ્થાનના પણ તમામ પ્રવાશન સ્થળાના બુકિંગ ફુલ થઈ ગયા છે. ત્રણ દિવસ માટે હવે લોકો ગોવા ફરવા જવાનું પણ પ્લાનિગ કરતા હોવાથી ગોવા પણ ફુલ થઈ ગયું છે. એરલાઇન્સના ભાવ આસમાને પહોંચ્યા છે.
આઠમનો જુગાર રમવા અને ફરવાનું બન્ને કામ એકસાથે થઇ જાય!
જન્માષ્ટમીએ જુગાર તો રમવો જ પડે તેવું માનતા લોકો ગમે તેમ કરીને પણ જુગાર રમવાની વ્યવસ્થા કરી લેતા હોય છે. ગુજરાતમાં શ્રાવણિયા જુગાર પર પોલીસની તવાઇ વધતાં પરિવાર કે મિત્રોના ગ્રૂપમાંજ જુગાર રમતા જુગારના શોખીનોએ બે ત્રણ દિવસ માટે બહાર ફરવાના પ્લાનિગ કરી દીધા છે. જેમાં પરિવાર પ્રવાસનની મજા લઇ શકે અને જુગારના શોખીનો જુગારની મજા લઇ શકે.
(10:04 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
