<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 14th August 2025

૧૬ થી ૨૩ ઓગષ્‍ટમાં વરસાદના એક થી વધુ રાઉન્‍ડઃ અશોકભાઈ પટેલ

બે ઈંચ થી લઈ અમુક સ્‍થળોએ ૧૦ ઈંચથી વધુ ખાબકશે

રાજકોટઃ જન્‍માષ્‍ટમી પર્વ પર મેઘરાજાનો સારો રાઉન્‍ડ આવી રહ્યો છે. ૧૬ થી ૨૩ ઓગષ્‍ટ સુધીમાં એક થી વધુ વખત રાઉન્‍ડ આવી શકે છે. બે ઈંચ થી લઈ અમુક જગ્‍યાએ ૧૦ ઈંચથી વધુ વરસાદ પડી શકે છે. તેમ વેધરએનાલીસ્‍ટ શ્રી અશોકભાઈ પટેલે જણાવ્‍યું છે.

 હાલ ના પરિબળો જોઈએ તો ગઇકાલનું લો પ્રેશર મધ્‍ય પヘમિ અને જોડાયેલી ઉત્તરપヘમિ બંગાળની ખાડી (ઉત્તર આંધ્ર પ્રદેશ અને દક્ષિણ ઓડિશા કિનારાઓ પાસે) આજે ૦૫૩૦ hrs IST સુધી જળવાયું. સંબંધિત UAC સરેરાશ સમુદ્રસ્‍તરથી 7.6 કિમી ઉપર સુધી ફેલાયેલું છે, અને વધતી ઉંચાઈએ દક્ષિણ તરફ ઝુકે છે. આ આગામી ૪૮ કલાકમાં ઉત્તર કોસ્‍ટલ આંધ્ર પ્રદેશ અને દક્ષિણ ઓડિશા તરફ પヘમિ-ઉત્તરપヘમિ દિશા માં ચાલવાની સંભાવના છે.

મોન્‍સૂન ટ્રફ સરેરાશ સમુદ્રસ્‍તરે, શ્રી ગંગાનગર, ચુરૂ, ગુના, જબલપુર, રાયપુર દક્ષિણ-દક્ષિણપૂર્વ તરફ પヘમિ કેન્‍દ્ર અને જોડાયેલી ઉત્તરપヘમિ બંગાળની ખાડીમાં લો પ્રેશર એરીયાના કેન્‍દ્ર સુધી.

અપરએર સાયકોલોનિક સરક્‍યુલેશન હિમાચલ પ્રદેશ અને જોડાયેલી જમ્‍મુ ૧.૫ -૩.૧ કિમી ઉપર સુધી જળવાયું. કચ્‍છ અને આસપાસઃ ૩.૧ કિમી ઉપર નોર્થ ઈસ્‍ટ અરેબીયન શી કચ્‍છ પર છે. નોર્થઈસ્‍ટ આસામ ૩.૧ કિમી સુધી જળવાયુ નોર્થ વેસ્‍ટ ઉત્તર પ્રદેશ સાથે ૦.૯ કિમી ઉપર સુધી દક્ષિણ હરિયાણા અને ઉત્તર સુધી ફેલાયેલું.

ટ્રફ અન્‍ય લક્ષણોઃ મધ્‍ય બંગાળની ખાડીથી નોર્થ ઇસ્‍ટ અરબી સમુદ્ર (કચ્‍છ નજીક) સુધીનું પૂર્વ-પヘમિ ટ્રફ, મધ્‍ય પヘમિ જોડાયેલી ઉત્તરપヘમિ બંગાળ ખાડીના લો પ્રેશર ના યુએસી, તેલંગણા, નોર્થ મહારાષ્‍ટ્ર અને દક્ષિણ ગુજરાત ઉપર થી પસાર થાય છે, ૧.૫  ૫.૮ કિમી લેવલ માં છે અને વધતી ઉંચાઈએ દક્ષિણ તરફ ઝુકે છે.

વેધરએનાલીસ્‍ટ શ્રી અશોકભાઈ પટેલે તા.૧૬થી ૨૩ ઓગષ્‍ટ સુધીની સૌરાષ્‍ટ્ર, કચ્‍છ, ગુજરાત માટેની આગાહી કરતા જણાવેલ કે આજે અને કાલે ૧૪ અને ૧૫માં હજુ છુટા છવાયો વરસાદ ચાલુ રહેશે. વાતાવરણ સુધરતું જાય છે. વધુ વિસ્‍તારમાં વરસાદ માટે. આ સમયગાળામાં એક કરતા વધુ વરસાદના રાઉન્‍ડની શક્‍યતા છે. તીવ્રતાઃ હળવો / મધ્‍યમ / ભારે / ખૂબ ભારે વરસાદની શક્‍યતા. ઘણા દિવસોમાં વરસાદ ઠીક ઠીક  વ્‍યાપક થી વ્‍યાપક રહેશે, જ્‍યારે બાકી ના દિવસોમાં છૂટો છવાયો વરસાદની શક્‍યતા છે.

કુલ વરસાદઃ ઠીક ઠીક વ્‍યાપક વિસ્‍તારોમાં: ૫૦ થી ૧૦૦ મી.મી, સીમિત વિસ્‍તારોમાઃ૧૦૦ થી ૨૦૦ મી.મી, અમુક સ્‍થાનોમાં: અતિ ભારે વરસાદ ૨૫૦ મી.મી થી વધુ થઈ શકે છે.(૪૦.૩૦)

(4:05 PM IST)