તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 14th August 2025
અમદાવાદ યુનિવર્સિટીમાં આચાર્ય રણછોડલાલજી દ્વારા હવેલી સંગીત સભા

અમદાવાદઃ યુનિવર્સિટી ના સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ આર્ટસ દ્વારા આચાર્યશ્રી રણછોડલાલજી ની હવેલી સંગીત -સ્તુતિ સભા થઈ. તેમાં યુવા રચનાકાર અને મ્યૂઝિકોલોજીસ્ટ તરીકે આચાર્ય શ્રી રણછોડલાલજી રચિત ‘‘રાગાંગાર્ણવ રત્ન'' પ્રબંધ પર ચર્ચા વિમર્શ અને ગાયન પ્રસ્તુત કરવામાં આવ્યું . આચાર્ય શ્રી સાથે આ પુસ્તક નાં સહભાગી ડો. લક્ષ્મી શ્રીરામ અને ડો. આદિત્ય ચતુર્વેદી એ આચાર્યશ્રી ની રચનાઓ વિશે સંગીત, સાહિત્ય, ઇતિહાસ અને દર્શનશાષા જેવા વિષયો પર પ્રકાશ પાડ્યો. કોલેજનાં ડીન ડો. રાઘવન રંગરાજન એ મોમેન્ટો શાલ વગેરે અર્પણ કર્યા. પ્રથમ પ્રસ્તુતિ અછોપ રાગ શ્રી અંગ ગૌરી ના જન્માષ્ટમી બધાઈ - આજ બધાવૌ નંદરાયકે - સૂરદાસજી ની રચના નાં ગાયન થી થઈ. પછી ગ્રંથ ચર્ચા નાં મુખ્ય વિષય એવા - બન્ને રાગાંગાર્ણવ રત્ન નું રસમય ગાયન થયું . કૌશિક અંગ ની ‘‘એ માલકૌન સા'' અને સારંગ અંગ ની ‘‘આજ સારંગ વળંદાવિપન'' - રચનામાં માર્મિક સ્વરોનાં ભેદ થી એક જ રાગાંગ નાં વિવિધ રાગો ને સ્પર્શ કરતી આચાર્ય જી ની વિશેષ રચનાઓ શ્રોતા રસિકો માટે ખૂબ રોમાંચક રહી. સભા નો અંત ગોવિંદસ્વામી રચિત પદ - રંગ મચ્યો સિંહદ્વાર રાગ અડાની મલ્હાર માં પ્રસ્તુત કરવા માં આવ્યું. હિરેન સોની, સારંગી પર અર્પિત માંડવિયા એ સુરીલી સંગત આપી
(3:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
