તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Thursday, 14th August 2025
ટેકનોલોજીનો જમાનો છે, ડીજીટલ તરફ વળીએઃ મંત્રી બળવંતસિંહ
મહિલા આઇ.ટી.આઇ.ની મુલાકાતે દ્યોગ મંત્રી

રાજકોટ તા.૧૪: રાજ્યના ઉદ્યોગ, લઘુ, સુક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ, કુટિર, ખાદી અને ગ્રામોદ્યોગ, નાગરિક ઉડ્ડયન અને શ્રમ અને રોજગાર મંત્રીશ્રી બલવંતસિંહ રાજપુતે તા. ૧૪ ઓગસ્ટ ગુરૂવારે વલસાડ સવારે ૧૦ કલાકે વલસાડની ઔરંગા નદી પાસે લીલાપોર સ્થિત મહિલા આઈ.ટી.આઈ.ની મુલાકાત લીધી હતી.
મંત્રીશ્રીએ આચાર્યશ્રી જે.ટી.પટેલ તેમજ ઇન્સ્ટ્રકટરો સાથે વાતચીત કરી તેમને મહત્વના સૂચનો કરતા જણાવ્યું કે, આઈટીઆઈમાં તમામ જગ્યા ભરાઈ તે માટે કયાં કોર્સની ડિમાન્ડ છે તે માટે માહિતી મેળવી સ્કીલબેઝ તાલીમાર્થીઓ તૈયાર કરવા જોઈએ. ભારત યુવા દેશ છે. યુવાધન ઘણું છે તેમની સ્કીલનો વધુમાં વધુ ઉપયોગ થઈ શકે તે માટે ઉદ્યોગપતિઓ સાથે બેઠક કરી તેઓની જરૂરિયાત મુજબ નવા ટ્રેડ શરૂ કરવાથી અનેક યુવાનોને રોજગાર મળશે.
આ મુલાકાત વેળા વલસાડના ધારાસભ્યશ્રી ભરતભાઇ પટેલ, જિલ્લા સંગઠન પ્રમુખશ્રી હેમંતભાઈ કંસારા, જિલ્લા સંગઠન મહામંત્રીશ્રી કમલેશ પટેલ સહિત વિવિધ વિભાગના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.(
(3:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
