<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 14th August 2025

માહી ડેરીએ પશુપાલકોને ઉનાળાના પ્રોત્‍સાહન રકમ પેટે ૧૭.૭૧ કરોડ ચૂકવ્‍યા

સૌરાષ્ટ્ર-કચ્‍છના પશુપાલકો માટે આવકારદાયક નિર્ણય

રાજકોટઃ માહી ડેરી દર વર્ષે તેના સભાસદ પશુપાલકોને પ્રોત્‍સાહન રકમની ચૂકવણી કરી રહી છે. ચાલુ વર્ષે માહી ડેરીએ ઉનાળાની સિઝનમાં દૂધ ભરાવનાર દૂધ ઉત્‍પાદક સભ્‍યોને ખાસ પ્રોત્‍સાહન પેટે ૧૭.૭૧ કરોડ રૂપિયા જેટલી માતબાર રકમ ચૂકવતા સૌરાષ્ટ્ર-કચ્‍છના હજારો પશુપાલકોમાં આનંદ છવાઇ ગયો છે.

ચાલુ વર્ષે માહી ડેરી દ્વારા ડેરીમાં દૂધ ભરાવતા સભ્‍યોને ઉનાળાની સિઝનનું અલગથી પ્રોત્‍સાહન ચૂકવવા માટે મંજૂરી આપવામાં આવી હતી. જેને ધ્‍યાને લઇને ઉનાળાની સિઝન એટલે કે એપ્રિલ - ૨૦૨૫ થી જુલાઇ - ૨૦૨૫ દરમિયાન ડેરીમાં દૂધ આપૂર્તિના માપદંડોનું પાલન કરનારા પશુપાલકોને ઉનાળુ પ્રોત્‍સાહન વળતર રૂપે ૧૭.૭૧ કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્‍યા છે. ઉનાળાની સિઝનમાં દૂધ ભરાવનાર દૂધ ઉત્‍પાદક સભ્‍યોને જન્‍માષ્ટમીના તહેવાર પૂર્વે જ પ્રોત્‍સાહન રકમની ચૂકવણી કરાતા સૌરાષ્ટ્ર - કચ્‍છના હજારો દૂધ ઉત્‍પાદક સદસ્‍યોમાં આનંદની લાગણી છવાઇ ગઇ છે. અત્રે ઉલ્‍લેખનીય છે કે, ડેરી તેની સ્‍થાપના સમયથી ઉત્તમ ગુણવત્તાસભર ઉત્‍પાદનો માટે પ્રતિબધ્‍ધ રહીને સભાસદ પશુપાલકોને ગુણવત્તાયુક્‍ત દૂધના સરેરાશ ભાવ પણ વધુ ચૂકવી રહી છે.

માહી ડેરીએ પશુપાલકો પ્રત્‍યેની તેની પ્રતિબધ્‍ધતા બરકરાર રાખી છે અને જન્‍માષ્ટમીના તહેવાર પહેલા જ પશુપાલકોને ઉનાળાની સિઝનમાં ભરાવેલ દૂધના પ્રોત્‍સાહનની રકમ પેટે કુલ ૧૭.૭૧ કરોડ રૂપિયા તેમના સીધા બેન્‍ક એકાઉન્‍ટમાં ચૂકવતા સૌરાષ્ટ્ર-કચ્‍છના માહી ડેરીમાં દૂધ ભરાવતા પશુપાલકોમાં આનંદ છવાઇ ગયો છે.

(3:39 PM IST)