News of Thursday, 14th August 2025
૧પ મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી પોરબંદરમાં ભૂપેન્દ્રભાઇ પટેલના અધ્યક્ષ સ્થાને ધ્વજવંદન સમારોહ યોજાશે
ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી મહેસાણા ખાતેઃ રાજ્ય મંત્રીમંડળના સભ્યો-કલેકટર : વિવિધ જિલ્લા મથકોએ ધ્વજવંદન કરાવશે

અમદાવાદ, તા., ૧૪ : ભારતના સ્વાતંત્ર્ય પર્વ-૧૫મી ઓગસ્ટ-૨૦૨૫ની રાજ્યકક્ષાની ઉજવણી પોરબંદર ખાતે કરવામાં આવનાર છે. ૧૫મી ઓગસ્ટના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના અધ્યક્ષ સ્થાને પોરબંદર ખાતે ધ્વજવંદન સમારોહ યોજાશે. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી મહેસાણા ખાતે તથા રાજ્ય મંત્રીમંડળના સભ્યો-કલેકટરશ્રીઓ વિવિધ જિલ્લા મથકોએ ધ્વજવંદન કરાવશે.
રાજ્યના વિવિધ જિલ્લા મથકોએ કયા મહાનુભાવ કયાં ધ્વજવંદન કરાવશે તેની વિગતો
કેબિનેટ મંત્રીશ્રીઓ
મંત્રીશ્રીનું નામ જિલ્લો
કનુભાઈ દેસાઈ ગણદેવી-નવસારી
ઋષિકેશભાઈ પટેલ પ્રાંત્રીજ-સાબરકાંઠા
રાઘવજીભાઈ પટેલ જામનગર
બલવંતસિંહ રાજપૂત વલસાડ
કુંવરજીભાઈ બાવળીયા ગીરગઢડા-ગીર સોમનાથ
મુળુભાઈ બેરા ઓખા મંડળ- દ્વારકા
ડો. કુબેરભાઈ ડિંડોર જાંબુઘોડા પંચમહાલ
શ્રીમતી ભાનુબહેન બાબરિયા પડધરી-રાજકોટ
નાયબ અધ્યક્ષશ્રી (વિધાનસભા)
જેઠાભાઈ આહીર (ભરવાડ) લુણાવાડા-મહીસાગર
રાજ્યમંત્રીશ્રીઓ
હર્ષ સંઘવી ગાંધીનગર
જગદીશ વિશ્વકર્મા હળવદ-મોરબી
મુકેશભાઈ પટેલ વાલીયા-ભરૂચ
ભીખૂસિંહજી પરમાર કઠલાલ-ખેડા
કુંવરજીભાઈ હળપતિ વ્યારા-તાપી
આ ઉપરાંતના જિલ્લામાં કલેકટરના અધ્યક્ષસ્થાને ધ્વજવંદન સમારોહ યોજાશે તેમ સામાન્ય વહીવટ વિભાગ, ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.
(3:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
