<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 14th August 2025

યુવક પર હુમલા કેસમાં લોક કલાકાર દેવાયત ખવડ અને અન્ય આરોપીઓને પકડવા માટે અલગ- અલગ દિશાઓમાં શોધખોળ

પોલીસ દ્વારા 7 જુદી જુદી ટીમો બનાવી દેવાઈ :તપાસમાં CCTV ફૂટેજ, ટેકનિકલ સર્વેલન્સ અને ટેકનિકલ સોર્સનો સહારો લેવાયો

ગીર સોમનાથ જિલ્લામાં જાણીતા કલાકાર દેવાયત ખવડ સામે હુમલાનો ગંભીર આરોપ સામે આવ્યો છે. અમદાવાદના એક યુવક પર હુમલો કરવા અંગે દેવાયત ખવડ પર આરોપ મુકાયો છે. ફરિયાદ મુજબ દેવાયત ખવડે અન્ય શખ્સો સાથે મળીને બુકાનો બંધાવી યુવક પર હુમલો કર્યો હતો. યુવકના કહેવાનુ છે કે બંને કારોને અથડાવીને રોકી દેવામાં આવી અને ત્યારબાદ લોખંડની પાઈપ વડે માર મારી જાનથી મારી નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. 

 પોલીસે ઘટનાને ગંભીરતાથી લઈ દેવાયત ખવડ અને અન્ય આરોપીઓને પકડવા માટે અલગ અલગ દિશાઓમાં શોધખોળ શરૂ કરી છે. તફતીષ માટે પોલીસ દ્વારા 7 જુદી જુદી ટીમો બનાવી દેવામાં આવી છે. તપાસમાં CCTV ફૂટેજ, ટેકનિકલ સર્વેલન્સ અને ટેકનિકલ સોર્સનો સહારો લેવામાં આવી રહ્યો છે.

(6:11 PM IST)