News of Thursday, 14th August 2025
પાટણ-સિદ્ધપુર વચ્ચે નેદ્રા રોડ પર ગમખ્વાર અકસ્માત : લક્ઝરી બસ અને ઈકો કારની ટક્કર :ગિરિરાજસિંહનું મોત
અકસ્માતની તીવ્રતા એટલી હતી કે ઈકો કાર કચ્ચર ઘાણમાં વળી ગઈ

પાટણ જિલ્લામાં સિદ્ધપુરથી નેદ્રા રોડ પર આજે એક ગંભીર રસ્તા અકસ્માત સર્જાયો છે, જેમાં લક્ઝરી બસ અને ઈકો કાર વચ્ચે સામસામેની ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં ઈકો કારમાં સવાર એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે. અકસ્માતમાં મૃત્યુ પામનાર યુવકનું નામ ગિરિરાજ સિંહ દરબાર અને તે ડેર ગામનો વતની હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
આ અકસ્માત સાંજના સમયે નેદ્રા રોડ પર બન્યો હતો, જ્યારે લક્ઝરી બસ અને ઈકો કાર સામસામે આવી હશે અને ટક્કર થઈ. અકસ્માતની તીવ્રતા એટલી હતી કે ઈકો કાર કચ્ચર ઘાણમાં વળી ગઈ હતી, જેનાથી કારમાં સવારો ગંભીર રીતે ઘાયલ થયો હતો અને બાદમાં તેનું મોત થયું. બસમાં સવાર મુસાફરોને પણ નાની-મોટી ઈજા થઈ હોવાની શક્યતા છે, જેની માહિતી હજુ સ્પષ્ટ થઈ નથી. ઘટનાની જાણ લોકોને થતાં ટોળે-ટોળા લોકો ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા અને બચાવ કામગીરીમાં મદદ કરવાનો પ્રયાસ કર્યો હતો. તો બીજી તરફ અકસ્માતની ગંભીરતાને કારણે લોકોમાં ડરનો માહોલ પણ જોવા મળ્યો હતો.
અકસ્માતની જાણ મળતાં સિદ્ધપુર પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને તપાસ હાથ ધરી છે. પોલીસે મૃતકની ઓળખપત્ર અને અકસ્માતના કારણોની ચકાસણી શરૂ કરી છે. પ્રાથમિક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે ઝડપી ચાલતી બસ અને રોડ પરના ખાડાઓના કારણે દુર્ઘટનાનું કારણ હોઈ શકે છે, પરંતુ વધુ તપાસ ચાલી રહી છે. મૃતકના શબને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
(8:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
