<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 14th August 2025

દાહોદના ધનારપાટીયા ગામે જુગારધામ પર દરોડો : 9 શખ્સો ઝડપાયા : 5.89 લાખનો મુદ્દામાલ કબજે

પોલીસે ડુંગરા ફળિયામાં ખુલ્લી જગ્યામાં ચાલતા જુગારધામ પર દરોડા દરમિયાન રોકડ રૂ. 12,590, દાવ પરના રૂ. 17,000, 6 મોબાઈલ ફોન કિંમત રૂ. 30,000, 104 ગંજીપાના અને 9 વાહનો કિંમત રૂ. 5.30 લાખ મળી કુલ રૂ. 5,89,590નો મુદ્દામાલ કબજે કર્યો

દાહોદ જિલ્લાના ધનારપાટીયા ગામે એલસીબી પોલીસે જુગારધામ પર દરોડો પાડ્યો છે. ડુંગરા ફળિયામાં ખુલ્લી જગ્યામાં ચાલતા જુગારધામ પરથી 9 શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે..

પોલીસ મહાનિરીક્ષક આર.વી.અસારીની સૂચના અને એસપી ડૉ. રાજદીપસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી છે. એલસીબીના પોલીસ ઈન્સ્પેક્ટર એસ.એમ.ગામેતીની ટીમને બાતમી મળી હતી કે દિતીયા શતરાના ભાઈ કમલેશના ઘર આગળ જુગાર રમાડવામાં આવે છે.

પોલીસે દરોડા દરમિયાન રોકડ રૂ. 12,590, દાવ પરના રૂ. 17,000, 6 મોબાઈલ ફોન કિંમત રૂ. 30,000, 104 ગંજીપાના અને 9 વાહનો કિંમત રૂ. 5.30 લાખ મળી કુલ રૂ. 5,89,590નો મુદ્દામાલ કબજે કર્યો છે.

 

પકડાયેલા આરોપીઓમાં કાગજ હિમા, દિતા શનુ, કાજુ રામસિંગ, રાજુ હિંમત, અર્જુન અનોપ, દિતીયા શતરા, રમેશ કેશવા, દિનેશ કેન્યા અને કનુ હેમાનો સમાવેશ થાય છે. તમામ આરોપીઓ ધનારપાટીયા ગામના વિવિધ ફળિયાના રહેવાસી છે અને ખેતીનો વ્યવસાય કરે છે.

આ કામગીરીમાં પોલીસ ઈન્સપેક્ટર એસ.એમ.ગામેતી, આર.જે.ગામીત, ડી.આર.બારૈયા અને એસ.જે.રાઠોડની ટીમે મહત્વની ભૂમિકા ભજવી હતી. આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી ધાનપુર પોલીસ સ્ટેશને વધુ તપાસ હાથ ધરી છે.

(8:36 PM IST)