News of Thursday, 14th August 2025
સુરતમાં મેટ્રો વિવાદ : મસ્કતી બજારના વેપારીઓને ભારે હાલાકી : અનેક પેઢીઓ બંધ થવાની કગાર પર
વેપારીઓ મોરચો લઈને સુડા ભવન પહોંચ્યા : અધિકરીઓને સામુહિક રજુઆત

સુરતમાં ચાલી રહેલી મેટ્રોની કામગીરીને કારણે શહેરીજનોને ટ્રાફિક સાથે અનેક સમસ્યા થઈ રહી છે ત્યારે મેટ્રો પ્રોજેક્ટ વિલંબમાં થતાં અસરગ્રસ્ત વેપારીઓની હાલત વધુ કફોડી થઈ રહી છે છે. તેમાં પણ સુરત મસ્કતિ વિસ્તારમાં મેટ્રોના પ્રોજેક્ટના કારણે અનેક પેઢીઓ બંધ થવાના આરે છે અને વેપારીઓની આર્થિક સ્થિતિ ડામાડોળ થઈ રહી છે. જેના કારણે સુરત મસ્કતી મેટ્રો પ્રોજેક્ટ અસરગ્રસ્ત કમિટીએ કહ્યું મેટ્રો પ્રોજેક્ટ મહત્વનો છે પણ સ્થાનિક વેપાર અને રોજગાર પર થતા પ્રભાવનું સમાધાન પણ એટલું જ મહત્વનું છે તેથી વેપારીઓને બચાવવા પણ પ્રયાસ થવા જોઈએ.
સુરતમાં મેટ્રોની કામગીરી દરમિયાન અનેક લોકો અસરગ્રસ્ત બન્યા છે તેમાં પણ મેટ્રોના કારણે થતી ટ્રાફિક સમસ્યાથી લોકો ત્રાહિમામ છે અને સમયાંતરે થતા અકસ્માતના કારણે લોકોમાં મેટ્રોની કામગીરી સામે રોષ ફેલાઈ રહ્યો છે. જોકે, સૌથી કફોડી હાલત ટાવર વિસ્તારમાં આવેલા મસ્કતિ મેટ્રો રેલ્વે સ્ટેશનની કામગીરી ધીમી ચાલી રહી છે તેના કારણે આસપાસના વેપારીઓના વેપાર ધંધા ચોપટ થઈ ગયા છે. આવી સ્થિતિમાં વેપારીઓ સમયાંતરે વળતરની માગણી સાથે અનેક રજૂઆત કરી ચુક્યા છે. અને વધુ એક વખત વેપારીઓએ લડત ઉપાડી છે.
(8:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
