<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 14th August 2025

અમદાવાદ સહિત અનેક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડશે

આગામી સાત દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહીઃબનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, અરવલ્લી, ખેડા, આણંદમાં વરસાદની આગાહી

અમદાવાદ, તા.૧૪

ગુજરાતમાં ફરીથી ચોમાસું જામશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. ગુજરાતમાં આગામી સાત દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. ત્યારે ૨૦મી ઓગસ્ટ સુધી ક્યાંય પણ જવાનો પ્લાન હોય તો આગાહી પ્રમાણે, જાણો કે ક્યાં ક્યાં ભારે વરસાદની શક્યતા છે.

હવામાન વિભાગે આપેલા વેધર મેપ પ્રમાણે, સ્વતંત્રતા દિન, શુક્રવારે, ૧૫મી તારીખે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, અરવલ્લી, ખેડા, આણંદ, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૃચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળો પર ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.

શનિવારે ૧૬મી તારીખે સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.

૧૭મીએ ફરીથી વરસાદની તીવ્રતા વધતી દેખાય છે. રવિવારે પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, આણંદ, ભરૃચ, વડોદરા, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા જિલ્લામાં છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આ ઉપરાંત સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડમાં અતિભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવી છે.

૧૮મી તારીખે ઓરેન્જ એલર્ટના જિલ્લાઓ વધતા દેખાઈ રહ્યા છે. આ દિવસે દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સુરત, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવી છે. આ ઉપરાંત જામનગર, રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર, બનાસકાંઠા, પાટણ, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, આણંદ, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૃચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.

૧૯મી તારીખે તો ગુજરાતના તમામ જિલ્લામાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આ દિવસે દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીરસોમનાથ, અમરેલી, ભાવનગર, સુરત, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવી છે. આ ઉપરાંતના તમામ જિલ્લામાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. ૨૦મી તારીખે દ્વારકા, પોરબંદર, અમરેલી, નવસારી, વલસાડમાં અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આ ઉપરાંત કચ્છ, ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, જામનગર, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, અમદાવાદ, ભરૃચ, નર્મદા, સુરત, તાપી, ડાંગમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.

(9:26 PM IST)