તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Thursday, 14th August 2025
રાજ્યમાં 46 તાલુકામાં વરસાદ નોંધાયો: 7 તાલુકામાં એક ઇંચથી 3 ઇંચ સુધી વરસાદ ખાબક્યો
સૌથી વધુ ડાંગના વઘઇમાં 3.03 ઇંચ વરસાદ: સુત્રાપાડામાં 3.03 ઇંચ, માળિયા-હાટીનામાં 1.65 ઇંચ વરસાદ, જામનગરમાં 1.42 ઇંચ, પાટણ-વેરાવળમાં 1.38 ઇંચ વરસાદ

અમદાવાદ :ગુજરાતમાં મેઘરાજાના વિરામ બાદ આગામી દિવસોમાં વરસાદનું જોર વધશે. ત્યારે સાતમ-આઠમના તહેવાર વચ્ચે રાજ્યમાં વરસાદની શક્યતા વધી ગઈ છે. રાજ્યમાં વરસાદની ચાર સિસ્ટમ સક્રિય થતા આગામી 15મીથી 20મી ઓગસ્ટ સુધી સામાન્યથી ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. ત્યારે આજે ગુજરાતમાં 46 તાલુકામાં વરસાદ નોંધાયો છે.
હવામાન વિભાગની આગાહીને પગલે રાજ્યમાં આજે 46 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં 7 તાલુકામાં એક ઇંચથી 3 ઇંચ સુધી વરસાદ ખાબક્યો છે. સૌથી વધુ ડાંગના વઘઇમાં 3.03 ઇંચ વરસાદ નોંધાયો છે. સુત્રાપાડામાં 3.03 ઇંચ, માળિયા-હાટીનામાં 1.65 ઇંચ વરસાદ, જામનગરમાં 1.42 ઇંચ, પાટણ-વેરાવળમાં 1.38 ઇંચ વરસાદ, લોધીકામાં 1.18 ઇંચ, ડોલવણમાં 1.14 ઇંચ વરસાદ નોંધાયો છે. આજે સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ છવાયો છે. અનેક જિલ્લામાં છૂટોછવાયો વરસાદ ખાબક્યો છે. વરસાદ વરસ્તા ખેડૂતો ખૂશખૂશાલ જોવા મળી રહ્યા છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર, 15મી ઓગસ્ટે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, અરવલ્લી, ખેડા, આણંદ, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. 16મી ઓગસ્ટ સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.
17મી ઓગસ્ટ ફરીથી વરસાદની તીવ્રતા વધતી દેખાય છે. પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, આણંદ, ભરૂચ, વડોદરા, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા જિલ્લામાં છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. જ્યારે સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડમાં અતિભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ ઍલર્ટ જાહેર કરાયું છે. 18મી ઓગસ્ટે દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સુરત, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ ઍલર્ટ જાહેર કરાયું છે. આ ઉપરાંત જામનગર, રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર, બનાસકાંઠા, પાટણ, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, આણંદ, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.
(9:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
