News of Friday, 15th August 2025
સુરતમાં બોગસ દસ્તાવેજનો પર્દાફાશ :નકલી હિન્દુ બન્યા : એક મહિલા સહિત બે લોકોની ધરપકડ
હિન્દુ ઓળખ ધારણ કરીને બોગસ આધારકાર્ડ અને પાનકાર્ડના આધારે ભાડે મકાન લઈને હિન્દુ સોસાયટીમાં વસવાટ કર્યો

સુરતમાં ફરી એકવાર બોગસ દસ્તાવેજનો મામલો પ્રકાશમાં આવ્યો છે, જેમાં SOG (સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ)એ એક મહિલા સહિત બે લોકોની ધરપકડ કરી છે. આ ઘટનાએ શહેરમાં ચર્ચાનો વિષય બની ગયો છે, કારણ કે આરોપીઓએ હિન્દુ ઓળખ ધારણ કરીને બોગસ આધારકાર્ડ અને પાનકાર્ડના આધારે ભાડે મકાન લઈને હિન્દુ સોસાયટીમાં વસવાટ કર્યો હતો.
સુરતના કડોદરા વિસ્તારમાં આવેલી અનુપમ રેસિડેન્સીમાં રહેતા બે આરોપીઓ, સુલતાન ઉર્ફે સુનિલ મંડલ ઉર્ફે અબ્દુલ શેખ અને સ્મિતિ ઉર્ફે સ્વાતિ પટેલ ઉર્ફે ઈશિકાસિંહ તમાગની SOGએ ધરપકડ કરી છે. આ બંનેએ બોગસ દસ્તાવેજોનો ઉપયોગ કરીને હિન્દુ ઓળખ ધારણ કરી હતી, જેથી તેઓ હિન્દુ વિસ્તારમાં રૂમ ભાડે મેળવી શકે.
પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે હિન્દુ વિસ્તારોમાં રૂમ ભાડે મેળવવું આરોપીઓ માટે મુશ્કેલ હતું. આથી, તેમણે હિન્દુ નામો ધારણ કરીને બોગસ આધારકાર્ડ અને પાનકાર્ડ બનાવ્યા, જેથી તેઓ સરળતાથી રહી શકે. આ ઘટનાએ દસ્તાવેજોની ચકાસણીની પ્રક્રિયા પર પણ સવાલો ઉભા કર્યા છે.
(12:19 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
