<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 15th August 2025

અમદાવાદના નિકોલમાં સોસાયટીમાં માતા-દીકરાનો પાડોશીઓ સાથે બોલાચાલીઃ પાડોશીએ લોખંડના સડીયા વડે સગીર પર કર્યો હુમલો

સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છેઃ પુત્રને બચાવવા માટે ગીતાબેન વચ્ચે પડ્યા અને તેમણે સાવરણી વડે અશોકભાઈને માર માર્યો

અમદાવાદઃ  અમદાવાદના નિકોલ વિસ્તારમાં એક સોસાયટીમાં પાડોશીઓ વચ્ચે ઝઘડાની ઘટના સામે આવી છે, જેમાં એક સગીર અને તેની માતાએ પાડોશી વૃદ્ધ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.
નિકોલની અનુસયા પાર્ક સોસાયટીમાં રહેતા ગીતાબેનનો 17 વર્ષનો પુત્ર અભ્યાસ કરી રહ્યો હતો, ત્યારે તેમના પાડોશી અશોકભાઈએ તેને ગાળો બોલવાનું શરૂ કર્યું. આ અંગે ગીતાબેન અને તેમના પુત્રએ વિરોધ કરતાં અશોકભાઈ ઉશ્કેરાઈ ગયા. તેઓ લોખંડની સ્ટીક લઈને નીચે આવ્યા અને સગીરને માર મારવા લાગ્યા.
પુત્રને બચાવવા માટે ગીતાબેન વચ્ચે પડ્યા અને તેમણે સાવરણી વડે અશોકભાઈને માર માર્યો. બંને વચ્ચે મારામારી ચાલુ હતી, ત્યારે અન્ય લોકો તેમને છોડાવવા માટે વચ્ચે પડ્યા. આ દરમિયાન, મારામારીમાં અશોકભાઈ ગીતાબેન પર પડી ગયા હતા. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે.

(10:49 AM IST)