News of Friday, 15th August 2025
મેઘરાજાનો નવો રાઉન્ડ શરૂ : ત્રણ દિવસ વરસાદ ભુક્કા બોલાવશે : એક અઠવાડિયા માટે ભારે વરસાદનું એલર્ટ
છોટા ઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, તાપી, વલસાડમાં ભારે વરસાદની શકયતા

અમદાવાદ : છેલ્લા કેટલાક દિવસોના વિરામ બાદ ગુજરાતમાં શુક્રવાર (15 ઓગસ્ટ)થી ચોમાસાના વધુ એક રાઉન્ડનો પ્રારંભ થઈ શકે છે. હવામાન વિભાગ દ્વારા આગામી એક અઠવાડિયું ભારે વરસાદ માટે એલર્ટ આપવામાં આવ્યું છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી ત્રણ દિવસ વરસાદ જોવા મળશે.આજે શુક્રવાર (15 ઓગસ્ટ): છોટા ઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, તાપી, વલસાડમાં ભારે વરસાદ જોવા મળશે.
શનિવાર (16 ઓગસ્ટ): બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડમાં ભારે વરસાદની સંભાવના છે.
રવિવાર (17 ઓગસ્ટ): સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડમાં ભારે વરસાદ પડી શકે છે.
ત્યાર બાદ સોમવારે સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડમાં અતિભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ અપાયું છે. અમદાવાદમાં શુક્રવારે સવારે 11 અને ત્યારબાદ બપોરના ભારે વરસાદ પડે તેવી સંભાવના છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં અત્યાર સુધી સિઝનનો 64 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.
(11:25 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
