News of Friday, 15th August 2025
મહાત્મા ગાંધી લેબર ઇન્સ્ટિટ્યૂટ (MGLI) ખાતે ૭૯મા સ્વાતંત્ર્ય પર્વની શાનદાર ઉજવણી
સંસ્થાના મહાનિયામક શ્રી પ્રવીણ કે. સોલંકીએ રાષ્ટ્રધ્વજ ફરકાવીને આઝાદીના પર્વની ઉજવણીનો પ્રારંભ કરાવ્યો હતો

અમદાવાદઃ મહાત્મા ગાંધી લેબર ઇન્સ્ટિટ્યૂટ (MGLI) ખાતે ૭૯મા સ્વાતંત્ર્ય પર્વની શાનદાર ઉજવણી કરવામાં આવી. સંસ્થાના મહાનિયામક શ્રી પ્રવીણ કે. સોલંકીએ રાષ્ટ્રધ્વજ ફરકાવીને આઝાદીના પર્વની ઉજવણીનો પ્રારંભ કરાવ્યો હતો. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
ધ્વજારોહણ બાદ ઉપસ્થિતોને સંબોધતા શ્રી સોલંકીએ રાષ્ટ્ર નિર્માણ માટે શ્રમના મહત્વ પર ભાર મૂક્યો હતો.
તેમણે જણાવ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલા 'શ્રમેવ જયતે'ના મંત્રને અનુસરીને, શ્રમ દ્વારા રાષ્ટ્રનિર્માણનું કાર્ય આપણે સૌએ કરવાનું છે.
તેમણે ઉમેર્યું કે વિકસિત ગુજરાત થકી વિકસિત ભારતના નિર્માણનું લક્ષ્ય સિદ્ધ કરવા માટે આપણે સૌએ કટિબદ્ધ થવાનું છે.
શ્રી સોલંકીએ આઝાદીની લડતના શ્રમ વીરોને યાદ કર્યા અને કહ્યું કે, મોટા ભાગના ક્રાંતિવીરો લેબર લીડર હતા. આ વીરોએ પોતાના વ્યક્તિગત અને જાહેર જીવનમાં શ્રમને મહત્વ અને સન્માન આપ્યું હતું.
મહાનીયામકશ્રીએ કહ્યું કે, આપણે પર કેપિટા આવક, હેપીનેસ ઇન્ડેક્સ, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ અને સમરસતા જેવા માનાંકો પર ખરા ઉતરીને વિકાસ કરવાનો છે.
વર્તમાન સરકારની સિદ્ધિઓની વાત કરતાં તેમણે જણાવ્યું કે, ગાંધીજીના સ્વચ્છતાના આગ્રહને સરકારે એક જન આંદોલનમાં પરિવર્તિત કરી દીધો છે. આ ઉપરાંત, લોકોમાં રાષ્ટ્રભાવનાને વધુ બળવત્તર બનાવવા માટે સરકારે ફ્લેગ કોડમાં ફેરફાર કરી અને 'હર ઘર તિરંગા'જેવા અભિયાનો દ્વારા તિરંગાને લોકો વચ્ચે વધુ વ્યાપક બનાવ્યો છે.
અંતમાં, મહાનિયામકશ્રીએ સૌને 79મા સ્વાતંત્ર્ય દિવસની શુભકામનાઓ પાઠવી હતી.
આ કાર્યક્રમમાં સંસ્થાના વિદ્યાર્થીઓએ અધ્યાપકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
(3:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
