News of Friday, 15th August 2025
79મા સ્વતંત્રતા દિવસે સોમનાથ મહાદેવને ત્રિરંગા શ્રુંગાર: સાળંગપુર કષ્ટભંજન દેવને તિરંગાનો શણગારઃ યાત્રાધામ પાવાગઢ દેશ ભક્તિના રંગે રંગાયું: અંબાજીમાં પણ ગબ્બર ગોખ ત્રિરંગાથી રંગાયુ
મંદિર પરિસરમાં ધ્વજવંદન ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાના હસ્તે કરવામા આવ્યું હતું. જેમાં સોમનાથ સુરક્ષામાં ફરજ બજાવતા સુરક્ષા સ્ટાફ, ટ્રસ્ટના કર્મચારીઓ, મંદિરના પૂજારી,યાત્રીકો જોડાયા હતા.

સોમનાથઃ રાજ્ય સહિત દેશભરમાં 79માં સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી. રાજ્યના પ્રખ્યાત મંદિરો પણ દેશભક્તિ જોવા મળી. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવને વિશેષ શૃંગાર કરવામાં આવ્યો. તેમજ મંદિર પરિસરમાં ધ્વજવંદન કરાયું. આ ઉપરાંત અંબાજીમાં ગબ્બર ગોખ ત્રિરંગાથી રંગાયુ. માતાજીને ત્રિરંગા સાડીથી શણગાર કરાયો. બોટાદના સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે ભક્તિ સાથે રાષ્ટ્રભક્તિનું અનોખું મિલન જોવા મળ્યું. દાદાને ખાસ રાષ્ટ્રધ્વજ તિરંગાના રંગોથી શોભતા વસ્ત્રો પહેરાવવામાં આવ્યા. દાદાના સિંહાસનની આસપાસ પણ તિરંગાનો શણગાર કરવામાં આવ્યો. સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ પણ દેશ ભક્તિના રંગે રંગાયું. મહાકાળી માતાજીના મંદિરમાં રાષ્ટ્રગીત ગાઈને માઇભક્તો દ્વારા કાલિકા માતાની સાથે ભારત માતાની પણ ભક્તિ કરી. નીજ મંદિરને ત્રિરંગાથી શણગાર સજાવવામા આવ્યા હતા.
સોમનાથ મંદિર કરોડો શ્રધ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર છે, આજે 79માં સ્વતંત્રતા પર્વની ઉજવણી સોમનાથમાં કરવામાં આવી હતી. પ્રાતઃ શૃંગાર ત્રિરંગા સાથે કરવામાં આવ્યો હતો. તેમજ મંદિર પરિસરમાં ધ્વજવંદન ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાના હસ્તે કરવામા આવ્યું હતું. જેમાં સોમનાથ સુરક્ષામાં ફરજ બજાવતા સુરક્ષા સ્ટાફ, ટ્રસ્ટના કર્મચારીઓ, મંદિરના પૂજારી,યાત્રીકો જોડાયા હતા.
બોટાદના સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે ભક્તિ સાથે રાષ્ટ્રભક્તિનું અનોખું મિલન જોવા મળ્યું. સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે સ્વતંત્રતા પર્વની ઉજવણી કરાઇ. હનુમાનજી દાદાને ખાસ રાષ્ટ્રધ્વજ તિરંગાના રંગોથી શોભતા વસ્ત્રો પહેરાવવામાં આવ્યા. દાદાના સિંહાસનની આસપાસ પણ તિરંગાનો શણગાર કરવામાં આવ્યો. આ ઉપરાંત કિંગ ઓફ સાળંગપુર હનુમાનજીની મૂર્તિની આસપાસ પણ તિરંગાનો શણગાર કરાયો. મોટી સંખ્યામાં ભક્તોએ દાદાના દિવ્ય શણગારના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
79માં સ્વતંત્રતા દિવસે પાવાગઢ સ્થિત મહાકાળી માતાજીના મંદીરમા રાષ્ટ્રગીત ગાઈને માઇભક્તો દ્વારા કાલિકા માતાની સાથે ભારત માતાની પણ ભક્તિ કરવામાં આવી હતી. નિજ મંદિરને ત્રિરંગાથી શણગાર કરવામા આવ્યો હતો. યાત્રાધામ પાવાગઢના ડુંગરે બિરાજેલ મહાકાળી માતાના મંદિરે અધ્યાયત્મ અને દેશભક્તિનો સુભગ સમન્વય જોવા મળ્યો હતો.
(4:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
