News of Friday, 15th August 2025
ખેતી બેંક દ્વારા એલિસબ્રિજના ધારાસભ્ય અમિતભાઈ શાહના વરદ હસ્તે ધ્વજવંદન અને તિરંગા રેલીનો ભવ્ય કાર્યક્રમ
બેંક્ના ચેરમેન ડોલરભાઈ કોટેચાના માર્ગદર્શન હેઠળ ૭૯મા સ્વાતંત્ર્ય દિવસ ની ઉજવણી :

( વિનુ જોશી દ્વારા ) જૂનાગઢ : ખેતી બેંક દ્વારા તેની વડી કચેરી નહેરૂબ્રીજ કોર્નર, આશ્રમ રોડ, અમદાવાદ ખાતે બેંક્ના ચેરમેન ડોલરભાઈ કોટેચાના માર્ગદર્શન હેઠળ ૭૯મા સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે એલિસબ્રિજ વિધાનસભાના ધારાસભ્ય અમિતભાઈ શાહના વરદ હસ્તે ધ્વજવંદનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું અને બેંક્ના મહેસાણા જીલ્લાના ડીરેકટર રામજીભાઈ ચૌધરી પણ આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહેલ.
ખેતી બેંક દ્વારા આ રાષ્ટ્રીય પર્વ નિમિત્તે બેંક્ની વડી કચેરીથી તિરંગા રેલીનું પણ આયોજન કરવામાં આવેલ. આ પ્રસંગે બેંકના અધિકારીઓ અને કર્મચારીઓએ ઉપસ્થિત રહી સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીમાં ઉત્સાહભેર જોડાઈ રાષ્ટ્રિય પર્વની ભવ્યાતિ ભવ્ય ઉજવણી કરવામાં આવે
બેંકના ચેરમેન ડોલરભાઈ કોટેચાએ આજના શુભ અવસરે ખેતી બેંકમાં પધારવા અને ધ્વજવંદન કરી ૭૯ મા સ્વાતંત્ર્ય દિનના પર્વની ઉજવણીમાં સહભાગી બનવા બદલ ધારાસભ્ય અમિતભાઈ શાહનો આભાર વ્યક્ત કરેલ. ચેરમેનએ બેંક્માં બેંકના સભાસદો, પ્રતિનિધિઓ અને સર્વે કર્મચારીઓને સ્વાતંત્ર્ય દિવસની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી.
(6:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
