News of Friday, 15th August 2025
યાત્રાધામ અંબાજીમાં ભારે વરસાદ તૂટી પડ્યો : ગામની બજારો અને હાઇવે ઉપર ભરાયા પાણી
ટુ વ્હિલર્સ અને ફોર વ્હીલર વાહનોને પાણીમાં અટવાઈ ગયા હોવાના દ્રશ્યો સામે આવ્યા.

યાત્રાધામ અંબાજીમાં ધીમીધારે શરૂ થયેલો વરસાદ બપોર બાદ એકાએક વધ્યો હતો. અને ભારે વરસાદ તૂટી પડ્યો હતો . ભારે વરસાદને કારણે અંબાજીના બજારોને હાઇવે ઉપર પાણી ભરાયા હતા. અંબાજીનો મુખ્ય હાઇવે માર્ગ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. અનેક નાના મોટા વાહનો વરસાદી પાણીમાં અટવાયા હતા. પાણીના કારણે વાહનોની લાંબી કતાર જોવા મળી હતી. ટુ વ્હિલર્સ અને ફોર વ્હીલર વાહનોને પાણીમાં અટવાઈ ગયા હોવાના દ્રશ્યો સામે આવ્યા હતા .
(6:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
