News of Friday, 15th August 2025
આણંદના BAPS અક્ષરફાર્મમાં 79માં સ્વતંત્રતા દિવસની ઉજવણી: મહંતસ્વામી મહારાજે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો
ચરોતર પ્રદેશ અને અન્ય જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા; સમગ્ર અક્ષરધામ પરિસર ભારત માતાના જયના નારા સાથે ગુંજી ઊઠ્યું

આણંદના BAPS અક્ષરફાર્મમાં 79માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી. BAPS સ્વામિનારાયણ સંસ્થાના પ્રમુખ બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો. મહંતસ્વામી મહારાજે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. ચરોતર પ્રદેશ અને અન્ય જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.
આ ઉજવણી દરમિયાન રાષ્ટ્રભક્તિમય માહોલ બન્યો હતો અને સમગ્ર અક્ષરધામ પરિસર ભારત માતાના જયના નારા સાથે ગુંજી ઊઠ્યું..મંદિરના સ્વયંસેવકોએ સ્વતંત્રતા દિવસની પરેડમાં ભાગ લીધો હતો. અને શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
(6:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
