News of Friday, 15th August 2025
કડીના નવાપુરા ગામમાં ગ્રામસભામાં બબાલ : કેટલાક લોકોએ લાકડીઓથી હુમલો કર્યાનો આરોપ
નંદાસણ પોલીસ ઘટના સ્થળે પહોંચી અને મામલાને શમાવ્યો.

મહેસાણા જિલ્લાના કડી તાલુકાના નવાપુરા ગામમાં ગ્રામ પંચાયત દ્વારા યોજાયેલી ગ્રામસભા દરમિયાન રોડ બનાવવાના મુદ્દે પ્રેઝેન્ટેશન આપતી મહિલાઓ વચ્ચે બબાલ થઈ હતી. આ ઘટના દરમિયાન કેટલાક લોકોએ લાકડીઓથી હુમલો કર્યો હોવાનો આક્ષેપ ઉઠ્યો છે.આ તંગદિલી વચ્ચે મારામારી સુધીની પરિસ્થિતિ સર્જાઈ હતી. બાદમાં ઘટનાની જાણ થતા નંદાસણ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મામલાને શમાવ્યો હતો .
(6:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
